Homeદેશ વિદેશઆરબીઆઇની વ્યાજવૃદ્ધિની જાહેરાત બાદ સેન્સેક્સ ૨૧૫ પોઇન્ટ ગબડ્યો

આરબીઆઇની વ્યાજવૃદ્ધિની જાહેરાત બાદ સેન્સેક્સ ૨૧૫ પોઇન્ટ ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: રિઝર્વ બેન્કે ચાવીરૂપ વ્યાજદરોમાં ૩૫ બેસિસ પોઇન્ટનો વધારો અને જીડીપીના અંદાજમાં ઘટાડો જાહેર કર્યા બાદ સેન્ટિમેન્ટલ અસર વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રઈઝ, બજાજ ફિનસર્વ અને ટાટા સ્ટીલની આગેવાનીએ વેચવાલી શરૂ થતાં સેન્સેક્સ બુધરવારે ૨૧૫ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યો હતો. ભૂરાજકીય તંગદીલી ચાલુ રહેવા સાથે વૈશ્ર્વિક નાણાકીય પરિસ્થિતિ તંગ રહેવાને કારણે રિઝર્વ બેન્કે જીડીપીનો અંદાજ સાત ટકાથી ઘટાડીને ૬.૮ ટકા જાહેર કર્યો છે. વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે એફઆઇઆઇની ચાલુ રહેલી વેચવાલીને કારણે પણ સેન્ટિમેન્ટ ખરડાયેલું હતું.
સેન્સેક્સ ૨૧૫.૬૮ પોઇન્ટ અથવા તો ૦.૩૪ ટકાના ઘટાડા સાથે ૬૨,૪૧૦.૬૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૮૨.૨૫ પોઇન્ટ અથવા તો ૦.૪૪ ટકાના ઘટાડા સાથે ૧૮,૫૬૦.૫૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સના શેરોમાં બે ટકાના કડાકા સાથે એનટીપીસી ટોપ લુઝર બન્યો હતો. ઘટાનારા ટોચના શેરોમાં બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, એચસીએલ ટેકનો અને વિપ્રોનો સમાવેશ હતો. બીજી તરફ એશિયન પેઇન્ટ્સ, એચયુએલ, લાર્સન એન્ડ ટૂબ્રો, એક્સિસ બેન્ક, આઇટીસી અને એમએન્ડએમ ટોપ ગેઇનર્સ શેર રહ્યાં હતાં.
ઓલેટેક એનએસઈ ઈમર્જ પર એસએમઇ આઇપીઓ લાવી રહી છે. આ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપનીનો એસએમઇ આઇપીઓ નવમી ડિસેમ્બરે ખૂલશે અને ૧૩ ડિસેમ્બરે બંધ થશે. આ ૫૩,૫૫,૨૦૦ શેરના ભરણા માટે પ૩ાઇસબેન્ડ રૂ. ૮૭ થી રૂ. ૯૦ નક્કી થઇ છે. શેર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે. સ્કાયલાઇન ફાઇનેન્શિઅલ સર્વિસસ પ્રાઇવેટ લિમિટેડ આઇપીઓ માટે રજિસ્ટ્રાર છે. ઓલેટેકે ૩૦ દેશોના ૭૫૦થી વધુ ગ્રાહકોને એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ પૂરી પાડી છે. કંપનીની મોટાભાગની સેવાઓની આવક યુએસએ, યુરોપ અને આફ્રિકામાંથી આવે છે. ડાબર ઇન્ડિયા લિમિટેડે માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે તેની હેલ્થ સપ્લીમેન્ટ બ્રાન્ડ ડાબર ચ્યવનપ્રાસ માટે અક્ષય કુમારને બ્રાન્ડ એમ્બેરસેડર બનાવી ઘર ઘર બન ગયા હે દવા કી દુકાન નામે અભિયાન શરૂ કર્યું છે, જે આંતરિક મજબૂતી દ્વારા ૧૦૦ બિમારી સામે લડવાનો સંદેશ આપશે. અગ્રણી વાઇન પ્રોડ્યુસર સુલા વીનેયાર્ડ મૂડીબજારમાં ૧૨મી ડિસેમ્બરે આવી રહી છે અને પ્રાઇસ બેન્ડ રૂ. ૩૪૦-૩૫૭ નક્કી થઇ છે. ભરણું ૧૪મીએ બંધ થશે અને એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડ નવમીએ ઓપન થશે. અપર બેન્ડના હિસાબે ભરણું રૂ. ૯૬૦.૩૫ કરોડનું છે અને મિનિમમ બિડ લોટ ૪૨ શેરનો છે. બજારના સાધનોએ જણાવ્યું હતું કે અર્થતંત્ર પર વૈશ્ર્વિક વલણોની અસર વધુ પડી રહી હોવાનું ધ્યાનમાં લેતા રિઝર્વ બેન્કે વાસ્તવિક બનીને નાણાકીય વર્ષ ૨૦૨૩નો જીડીપીનો અંદાજ ઘટાડ્યો છે. મધ્યસ્થ બેન્કનું ફોક્સ ફુગાવા સામેની લડત હોવાથી આગામી સમયમાં વ્યાજદરમાં વધુ વધારો અપેક્ષિત છે. જીઓજિતના વિનોદ નાયરે કહ્યું હતું કે વૈશ્ર્વિક સ્લોડાઉનને કારણે કોર્પોરેટ અનિર્ંંગ્સ પણ ઘટી શકે છે અને માર્કેટ અત્યારે પ્રીમિયમ વેલ્યુેશન્સ પર ચાલી રહ્યું હોવાથી નબળા કોર્પોરેટ પરિણામ બજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -