Homeદેશ વિદેશઅમેરિકન શૅરબજારના નબળા સંકેતને કારણે સેન્સેક્સે ૧૮૭ પોઇન્ટ ગુમાવ્યાં!

અમેરિકન શૅરબજારના નબળા સંકેતને કારણે સેન્સેક્સે ૧૮૭ પોઇન્ટ ગુમાવ્યાં!

મુંબઇ: અમેરિકાની બજારના નબળા ટ્રેન્ડ અને વિદેશી રોકાણકારોની નવેસરની વેચવાલીને કારણે શેરબજારમાં ગુુરુવારે પીછેહઠ જોવા મળી હતીૉ. અમેરિકાના નબળા ક્ધઝ્યુમર ડેટા અને ફેડરલ રિઝર્વના હોકિશ સ્ટાન્સને કારણે વૈશ્ર્વિક ઇક્વિટી બજારનું માનસ ડહોળાયું હતું. સત્ર દરમિયાન, ૩૨૯.૧૯ પોઇન્ટ અથવા ૦.૫૩ ટકાના ગબડીનેે ૬૦,૭૧૬.૫૫ પોઇન્ટની સપાટીને અથડાઇને અંતે સેન્સેક્સ ૧૮૭.૩૧ પોઇન્ટ અથવા તો ૦.૩૧ ટકાના ઘટાડા સાથે ૬૦,૮૫૮.૪૩ પોઇન્ટની સપાટીએ, જ્યારે નિફ્ટી ૫૭.૫૦ પોઇન્ટ અથવા તો ૦.૩૨ ટકા અથવા તો ૧૮,૧૦૭.૮૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સના શેરોમાં એશિયન પેઇન્ટ્સ, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, હિંદુસ્તાન યુનિલીવર, ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, આઇટીસી અને નેસ્લે ટોપ લુધ, જ્યારે ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને લાર્સન એન્ડ ટૂબ્રો ટોપ ગેઇનર બન્યા હતા.
એશિયાઇ બજારોમાં ટોકિયો અને હોંગકોંગ શેરબજાર નીચી સપાટીએ ગબડ્યા હતા જ્યારે સિઓલ અને શાંઘાઇ શેરબજારો ગ્રીન ઝોનમાં પહોંચ્યા હતા. બુધવારે અમેરિકન બજારો નેગેટીવ ઝોનમાં ગબડ્યા બાદ યુરોપના બજારોમાં મધ્યસત્ર સુધી નકારાત્મક વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. પાવર, એફએમસીજી, ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ, ટેલીકોમ, બેન્ક, ફાર્મા અને ફાઈનાન્શિયલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે ઓઈલ-ગેસ, મેટલ અને એનર્જી સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૦૬ ટકા અને ૦.૨૪ ટકા ઘટીને બંધ રહ્યા હતા. રશિયા અને યુક્રેનના યુદ્ધ પછી મેટલ ઇન્ડસ્ટ્રી ભાવ અને પુરવઠા સહિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે અને તાજેતરમાં ચીન ફરી કોરોનાને કારણે વધેલી ઉથલપાથલ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટીત એડવાન્ટેજ મહારાષ્ટ્ર એક્સ્પો ૨૦૨૩ દરમિયાન સિમ્સ મેટાકાસ્ટના એમડી સચિન સૂર્યાએ કહ્યું હતું કે ઇલેક્ટ્રિક વ્હીકલના ઉત્પાદનને કારણે મેટલ ઉદ્યોગને લાભ થવાની અપેક્ષા છે. આ એલ્યુમિનિયમ, ઝિંક અને કોપર આધારિત એલોય મેન્યુફેક્ચરિંગ અને રિસાયક્લિંગ કંપની આગામી બજેટમં ક્રેડિટ અથવા ડ્યુટી ડ્રોબેક સ્વરૂપે નિકાસ પ્રોત્સાહનની તેમ જ કંપનીઓ માટે આવકવેરો સાર્વત્રિક ૨૫ ટકા હોવો જોઈએ એવી અપેક્ષા ધરાવે છે. મેટલ ઇન્ડેક્સ ૦.૫૭ ટકા વધીને ૨૧,૯૧૬.૯૬ની સપાટીએ પહોંચ્યો હતો. હેલ્થકેર ઇન્ડેક્સ ૦.૩૭ ટકાના ઘટાડા સાથે ૨૩,૦૩૦.૯૭ની સપાટીએ પહોંચ્યો હતો. સર્વગ્રાહી સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતના જી-૨૦ એજન્ડાને વેગ આપવા સંદર્ભે આઇએચડબલ્યુ કાઉન્સિલ દ્વારા યુએન ગ્લોબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ભાગરૂપે આયોજિત આઠમી આઇએચડબલ્યુ સમિટમાં આરોગ્ય અને ફાર્મસી સંબંધિત વિવિધ વિષયો પર પેનલ ચર્ચામાં રાજ્યકક્ષાના પ્રધાનો અને સરકારી અધિકારીઓ સહિત હેલ્થકેર અને ફાર્માના વિવિધ ઉદ્યોગ અગ્રણીઓ સહભાગી થયાં હતાં. સીએસઆરના ભાગરૂપે કોકાકોલા ઈન્ડિયા ફાઉન્ડેશને પાણીની અછતને કારણે થતી પર્યાવરણીય સમસ્યા દૂર કરવા અને ક્ષેત્ર સશક્તિકરણ માટે મહારાષ્ટ્રના ધુલે પ્રદેશમાં એક નફો ના રળનારી એનજીઓ સંસ્થા હરિતિકા સાથે સહયોગ સાધ્યો છે. સંબંધિત વિસ્તારમાં દુષ્કાળના પ્રશ્ર્નોનેે ઉકેલવા ફાઉન્ડેશને ધુલે તરીકે જિલ્લામાં સંશોધન હાથ ધરીને આ પ્રદેશ પાણીની અછત દૂર કરવા ગામોમાં ચેકડેમ તૈયાર કર્યા છે. મૂડીબજારમાં ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ ક્ષેત્રે કાર્યરત ટ્રાન્સવોય લોજિસ્ટિક્સ ઇન્ડિયા લિમિટેડ ૭૨૦,૦૦૦ શેર્સનો રૂ. ૫૧૧.૨૦ લાખનો આઈપીઓ લાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -