Homeદેશ વિદેશસેન્સેક્સમાં કડાકો

સેન્સેક્સમાં કડાકો

માર્કેટ કૅપમાં ₹ ૩.૮૮ લાખ કરોડનું ધોવાણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં સતત ચોથા દિવસે પીછેહઠ જોવા મળી હતી. વ્યાજદરમાં વધારાની ભીતિથી શેરબજારમાં ઓલરાઉન્ડ વેચવાલી, સેન્સેક્સ ૯૨૮ પોઈન્ટ્સ ગબડ્યો હતો. જ્યારે, નિફ્ટી ૧૭,૬૦૦ની નીચે પટકાયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર ૧૧ ટકા તૂટ્યો હતો.
સદંતર નેગેટીવ સેન્ટિમેન્ટ વચ્ચે બીએસઇ પર બુધવારના સત્રમાં માર્કેટ કેપમાં રૂ. ૩.૮૮ લાખ કરોડનું ધોવાણ થયું હતું. બુધવારે માર્કેટ કેપ રૂ. ૨૬૧.૩૩ લાખ કરોડ રહ્યું હતું. જે પાછલા સત્રમાં રૂ. ૨૬૫.૨૧ લાખ કરોડના સ્તરે હતું. ફેડરલ રિઝર્વની મિનિટ્સ જાહેરાત અગાઉના સાવચેતીના માનસ સાથે રશિયા અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોરમાં આવેલા ગરમાટાને કારણે ડહોળાયેલા માનસ વચ્ચે સેન્સેક્સ ૯૨૭ પોઈન્ટના જોરદાર કડાકા સાથે ત્રણ સપ્તાહની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સ ૯૨૭.૭૪ પોઈન્ટ્સ ઘટીને ૫૯,૭૪૪.૯૮ પોઇન્ટની અને નિફ્ટી ૨૭૨.૪૦ પોઈન્ટ ઘટીને ૧૭,૫૫૪.૩૦ પોઇન્ટના ચાર મહિનાના નીચા સ્તરે પહોંચ્યો હતો.
આ સત્રમાં બીએસઈ પર તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ્સથી વધુ ગગડ્યો હતો અને અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર ૧૧ ટકા સુધી ઘટ્યા હતા. ચાર દિવસોમાં જ રોકાણકારોના ૬,૦૦,૦૦૦ કરોડનું ધો વાણ થઇ ગયું છે.
સેન્સેક્સના સૌથી વધુ ઘટનારા શેરોમાં બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો, એચડીએફસી બેન્ક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા સ્ટીલ મુખ્ય હતા. સેન્સેક્સ પેકમાં આઇટીસી એકમાત્ર ગેઇનર સ્ક્રીપ રહી હતી.
એશિયન બજારોમાં દક્ષિણ કોરિયા, જાપાન, ચીન અને હોંગકોંગ નીચા મથાળે બંધ રહ્યા હતા. યુરોપમાં સ્ટોક એક્સચેન્જો બપોરના સત્ર સુધી નકારાત્મક વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. મંગળવારે યુએસ બજારો નોંધપાત્ર રીતે નીચા સ્તરે બંધ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -