Homeશેરબજારકંપની પરિણામોને ચકરાવે ચઢી, ભારે અફડાતફડીમાં અટવાયા બાદ સેન્સેક્સ પોઝિટિવ ઝોનમાં પાછો...

કંપની પરિણામોને ચકરાવે ચઢી, ભારે અફડાતફડીમાં અટવાયા બાદ સેન્સેક્સ પોઝિટિવ ઝોનમાં પાછો ફર્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સતત ત્રણ દિવસની પીછેહઠ બાદ સત્રના અંતિમ તબક્કે એનર્જી, ટેલિકોમ અને યુટિલિટી શેરોમાં લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ મામૂલી સુધારા સાથે પોઝિટીવ ઝોનમં પાછો ફરવામાં સફળ રહ્યો હતો. એફઆઇઆઇની વેચવાલી ફરી શરૂ ધથઇ હોવા સાથે કોર્પોરેટ પરિણામો અંગેની અનિશ્ર્ચિતતાને કારણે બજારમાં સાવચેતીનું માનસ રહ્યું હતું.
ભારે અફડાતફડી ભર્યા સત્રમાં સેન્સેક્સ ૫૯,૮૩૯.૭૯ પોઇન્ટની ઊંચી અને ૫૯,૪૮૯.૯૮ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૬૪.૫૫ પોઇન્ટ અથવા તો ૦.૧૧ ટકાના સુધારા સાથે ૫૯,૬૩૨.૩૫ની સપાટીએ સ્થિર થયો હતો, જ્યારે નિફટી ૫.૭૦ પોઇન્ટ અથવા તો ૦.૦૩ ટકા આગળ વધીને અંતે ૧૭,૬૨૪.૪૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
સેન્સેક્સના શેરોમાં એશિયન પેઇન્ટસ, એનટીપીસી, ટાટા મોટર્સ, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક, લાર્સન એન્ડ ટૂબ્રો, વિપ્રો, ટેક મહિન્દ્રા, ટીસીએસ, આઇટીસી, એચડીએફસી બેન્ક અને મારુતિનો ટોપ ગેઇનર્સ શેરોમાં સમાવેશ હતો. જ્યારે હિદુસ્તાન યુનિલીવર, ઇન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, નેલ્સે, એક્સિસ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રઈઝ અને એચડીએફસી ટોપ લૂઝર શેરો રહ્યાં હતાં. ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત બાદ આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝના શેરમાં પાંચ ટકાનો કડાકો નોંધાયો હતો, જ્યારે ટાટા મોટર્સ અને માસ્ટેકના શેરમાં પરિણામ બાદ ઉછાળો નોંધાયો હતો.
ચોલામંડલમ ફાઇનાન્સ એનસીડી મારફત રૂ. ૫,૦૦૦ કરોડ એકત્ર કરશે. આમાંથી પ્રથમ તબક્કે કંપની રૂ. ૧,૦૦૦ કરોડ સુધીની ઓફર લાવશે, ટ્રાન્ચ વન ઇશૂય ૨૫મી એપ્રિલે ખૂલશે. કૂપન રેટ ૮.૪૦ ટકા પ્રતિ વર્ષ છે. આ પ્રત્યેક એનસીડીની ફેસ વેલ્યુ રૂ. ૧,૦૦૦ છે. સમયાવધિના વિકલ્પો ૨૨ મહિના, ૩૭ મહિના અને ૬૦ મહિનાના રહેશે. એનસીડી એનએસઇ અને બીએસઇ પર લિસ્ટેડ થશે. વેલયુ પ્રોડક્ટ્સ લિમિટેડે ખાસ ડાયાબિટીસ માટે ઉપયોગી એવા આયુર્વેદિક ઔષધ અમૃત નોની ડી પ્લસ માટેનુ હ્યુમન ક્લિનિક ટ્રાયલ પૂર્ણ કરી લીધું છે. જીએમપી અને આઇએસઓ સર્ટિફિકેશન ધરાવતી આ કંપની ૧૪ વર્ષથી આયુર્વેદ ઔષધ ક્ષેત્રે કાર્યરત છે.
એચડીએફસી કેપિટલે પ્રોપટેક સ્ટાર્ટઅપ રિલોયમાં તેનો હિસ્સો ૨.૪ ટકા વધારીને ૯.૬ ટકા સુધી લઇ જવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએે તેમના જાહેર-ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ ચઢા રેસિડેન્સીના બીજા તબક્કાનો પ્રારંભ કરવા ચઢા ડેવલપર્સ એન્ડ પ્રમોટર્સ સાથે જોડાણ કર્યું છે. કુલ રૂ. ૨૦૦ કરોડના રોકાણવાળો આ પ્રોજેક્ટ ૮૦ એકર વિસ્તારને આવરી લે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કામગાર યોજનાને લાભ આપતી એક યોજના છે. ટાટા પાવર કોઇમ્બતોરમાં ૨૦ ઇવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે.
શેરબજાર પોઝિટીવ ઝોનમાં પાછું તો ફર્યું છે, પરંતુ હજુ પણ અંદરખાને એક અજંપો છે. નબળા વૈશ્ર્વિક સંકેતો સાથે સ્થાનિક ધોરણે કોર્પોરેટ ક્ષેત્રના ત્રિમાસિક પરિણામ નબળા આવી રહ્યા હોવાથી બજારમાં સાવચેતીનું હવામાન રહ્યું હતું. રોકાણકારોની નજર કોર્પોરેટ પરિણામો પર જ મંડાયેલી છે. એચસીએલ ટેકનોલોજીના પરિણામ મોડી સાંજે જાહેર થાય એ પહેલા બજારમાં નર્વસ હવામાન જોવા મળ્યું હતું. એ નોંધવું રહ્યું કે,ભારતની ટોચની બે ઇન્ફર્મેશન ટેક્નોલોજી કંપની, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ લિમિટેડ અને ઇન્ફોસિસ લિમિટેડના નબળા પરિણામોના કારણે આ સપ્તાહેે અત્યાર સુધીમાં બેન્ચમાર્કમાં એક ટકાથી વધુનો ઘટાડો થયો છે. પાછલા સપ્તાહે ટીસીએસના પરિણામ જાહેર થયા પછીથી આઇટી ઇન્ડેક્સ સાત ટકાથી વધુ તૂટ્યો છે. દરમિયાન, યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ત્રીજી મેના રોજ તેની આગામી મીટિંગમાં વ્યાજદરોમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરશે એવી અટકળો વચ્ચેે વૈશ્ર્વિક ઈક્વિટી બજારમાં નિરસ હવામાન રહ્યું હતું. કેટલાક મિડકેપ શેરોમાં તેના નાણાકીય પરિણામ અથવા અન્ય કારણોસર શેરલક્ષી કામકાજ વચ્ચે આઠ ટકાથી ૧૮ ટકા સુધીના ઉછાળા પણ જોવા મળ્યા છે. જોકે વાસ્તવમાં કોર્પોરેટ ક્ષેત્રના પરિણામો પર જ બજારની નજર છે. માર્કેટ કેપિટલાઇઝેશનના ધોરણે ભારતની સૌથી મોટી કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચોથા ક્વાર્ટરના પરિણામ શુક્રવારે જાહેર કરશે.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં સર્વિસિસ ઈન્ડેક્સ સર્વાધિક વધ્યો હતો અને હેલ્થકેર ઈન્ડેક્સ સર્વાધિક ઘટ્યો હતો. સેન્સેક્સની ૧૮ કંપનીઓ વધી અને ૧૨ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૨૬૫.૩૫ લાખ કરોડ રહ્યું હતું. જે પાછલા સત્રમાં રૂ. ૨૬૫.૧૬ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ સ્મોલ કેપ ૦.૧૦ ટકા, બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૦૫ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૦૮ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૦૪ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૦૪ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૦૫ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૦૫ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ મીડ કેપ ૦.૦૩ ટકા ઘટ્યો હતો. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૧૯ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૨૩ ટકા વધ્યા હતા.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં કંઝયુમર ડિસ્ક્રિશનરી ૦.૩૭ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ ૦.૧૩ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૬૩ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૮૧ ટકા, યુટિલિટીઝ ૦.૮૫ ટકા, ઓટો ૦.૨૭ ટકા, બેન્કેક્સ ૦.૨૩ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૫૮ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪૪ ટકા, પાવર ૦.૭૪ ટકા, ટેક ૦.૦૦ (૦.૧૪ પોઈન્ટ્સ) ટકા અને સર્વિસિસ ૦.૮૯ ટકા વધ્યા હતા, જ્યારે રિયલ્ટી ૦.૫૪ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૧૧ ટકા, મેટલ ૦.૪૩ ટકા, આઈટી ૦.૧૭ ટકા, હેલ્થકેર ૦.૮૨ ટકા, એફએમસીજી ૦.૨૬ ટકા, એનર્જી ૦.૨૨ ટકા અને કમોડિટીઝ ૦.૪૭ ટકા ઘટ્યા હતા.
ટાટા મોટર્સ ૧.૬૭ ટકા, એનટીપીસ ૧.૩૫ ટકા, એશિયન પેઈન્ટ્સ ૧.૨૪ ટકા, ભારતી એરટેલ ૦.૯૯ ટકા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૮૧ ટકા વધ્યા હતા, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર ૧.૨૨ ટકા, સન ફાર્મા ૦.૮૧ ટકા, ઈન્ફોસિસ ૦.૬૮ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૩ ટકા અને બજાજ ફાઈનાન્સ ૦.૬૧ ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની એક કંપનીને ઉપલી સર્કિટી સહિત બધા ગ્રુપની કુલ ૧૪ કંપનીઓમાંથી ૧૦ કંપનીઓને ઉપલી અને ચાર કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -