Homeદેશ વિદેશસેન્સેક્સ અને નિફ્ટી લગભગ એક ટકાનો સુધારો, નિફ્ટી ૧૮,૦૫૦ની ઉપર

સેન્સેક્સ અને નિફ્ટી લગભગ એક ટકાનો સુધારો, નિફ્ટી ૧૮,૦૫૦ની ઉપર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સકારાત્મક સેન્ટિમેન્ટ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી ટ્વીન્સ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં સારી લેવાલીનો ટેકો મળતા સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્કમાં એકાદ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. વિન્ડફોલ ટેક્સના ઘટાડા અને આઇટી તથા બેન્કિંગ ક્ષેત્રની કંપનીઓના સારા પરિણામોને કારણે પણ સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં કોર્પોરેટ ક્ષેત્રના પરિણામ અને બજેટ અપેક્ષાઓ તથા ફેડરલ રિઝર્વના સ્ટેટમેન્ટની બજાર પર અસર વર્તાશે.
સત્ર દરમિયાન, ૬૧૧.૫૧ પોઇન્ટ અથવા તો એક ટકાના વધારા સાથે ૬૦,૭૦૪.૪૮ પોઇન્ટની સપાટીને અથડાઇને અંતે સેન્સેક્સ ૫૬૨.૭૫ પોઇન્ટ અથવા તો ૦.૯૪ ટકાના સુધારા સાથે ૬૦,૬૫૫.૭૨ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૧૫૮.૪૫ પોઇન્ટ અથવા તો ૦.૮૯ ટકા અથવા તો ૧૮,૦૫૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
સેન્સેક્સના શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, હિંદુસ્તાન યુનિલીવર, એચસીએલ ટેકનોલોજીસ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ અને એનટીપીસી ટોપ ગેઇનર્સ રહ્યાં હતાં. જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડયા, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, વિપ્રો, ટાટા સ્ટીલ અને બજાજા ફાઇનાન્સ ટોપ લૂઝર શેરોમાં સમાવિષ્ટ હતા. આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૦.૬૭ ટકા વધીને ૮૫.૦૩ ડોલર પ્રતિ બેરલ સુધી પહોચ્યો છે. એક્સચેેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. ૭૫૦.૫૯ કરોડના શેર વેચ્યા હતા.
અગ્રણી ચાર્ટિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટી ૧૮,૦૫૦ના સ્તરને વટાવી ગયો છે, પરંતુ બજારે નક્કર મજબૂતી મેળવવા માટે ૧૮,૧૦૦ની આસપાસના તાત્કાલિક અને નિર્ણાયક અવરોધને પાર કરવું અનિવાર્ય છે, ઉપરાંત ૧૮૩૦૦ની આસપાસ બીજો અવરોધ હશે, તે પણ પાર કરવો પડશે. જોકે, તાજેતરમાં જે ઝડપી વધઘટ જોવા મળે છે તે જોતાં, નકારાત્મક ગતિમાં નિફ્ટી ૧૭૮૦૦ના સ્તરથી જોરદાર પીછેહઠ બતાવશે, તો તે ૧૭,૬૨૫ અને ૧૭,૪૨૫ના સ્તર તરફ આગળ વધવાની સંભાવના છે.
વિશ્ર્વબજારમાં અમેરિકાના બજારો માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દિવસ નિમિત્તે બંધ રહ્યાં હતાં, જ્યારે એશિયાઇ બજારોમાં ટોકિયોના ઇક્વિટી માર્કેટમાં રહેલા પોઝિટીવ ટ્રેન્ડ સામે સિઓલ, શાંઘાઇ અને હોંગકોંગના શેરબજારો નેગેટીવ ઝોનમાં બંધ રહ્યાં હતા. યુરોપના બજારોમાં મધ્યસત્ર સુધી નકારાત્મક ટ્રેન્ડ રહ્યો હોવાના અહેવાલ હતા.
સેન્સેકસના શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રોના શેરોમાં સૌથી વધુ ૩.૬૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે એસબીઆઈના શેરોમાં સૌથી વધુ ૧.૫૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અન્ય શેરોમાં નાયકાના શેરમાં ચાર ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે એલએન્ડટી અને એચયુએલ ત્રણ ટકાથી વધુ વધીને બંધ રહ્યા હતા. ઝોમેટોના શેરમાં આજે ૫ાંચ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. કેપિટલ ગૂડ્ઝ શેરોમાં મજબૂતી જોવા મળી હતી, જ્યારે ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સમાં ઘટાડાને કારણે ઓઈલ રિફાઈનરી કંપનીના શેરમાં લેવાલી જોવા મળતાં બજારમાં સુધારો જળવાઈ રહ્યો હતો.
આ સત્રમાં પાવર, રિયલ્ટી, ઓઈલ-ગેસ, કેપિટલ ગૂડ્ઝ, એફએમસીજી, આઈટી, ટેકનો અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી. જ્યારે ક્ધઝ્યૂમર અને ફાર્મા શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૦૬ ટકા અને ૦.૧૩ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં ૩.૭૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટીમાં ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં હિન્દુસ્તાન યૂનિલિવર, એચડીએફસી, એચસીએલ ટેકનો અને ટીસીએસનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ એસબીઆઈના શેરમાં ૧.૫૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ, વિપ્રો અને ટાટા સ્ટીલનો સમાવેશ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -