સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન હાઈજિનનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં ન આવે તો ભવિષ્યમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી સ્ત્રીઓને પીરિયડ્સની પીડા પથારીવશ થવા પર મજબૂર કરી શકે છે. ઘણી સ્ત્રીઓ પીરિયડ્સની પીડા સહન ન કરી શકે તો તેઓ પેઈન કિલર ખાતી હોય છે, પરંતુ આ ગોળીઓ ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે, ડોક્ટરની સલાહ પર તમારી સાથે પેઇન કિલર પણ રાખી શકો છો. નોકરિયાત મહિલાઓને બેગમાં ઈમરજન્સી કીટ રાખવી જોઈએ. આ ઉપરાંત સેનિટરી નેપ્કિન્સને દર 6-7 કલાકે ચેન્જ કરતાં રહવું જોઈએ. આવું ન કરવાથી સ્કીન ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે.
આ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું અનિવાર્ય છે. શરીરમાંથી લોહી નીકળતું હોવાથી વિટામીન્સની ઉણપ ન સર્જાય તે માટે દિવસ દરમિયાન આરોગ્યપ્રદ આહાર ખાવો જોઈએ. પીરિયડ પેઈન વધુ હોય તો ગરમ પાણીની થેલી પેટના નીચેના ભાગ પર રાખવાથી આરામ મળશે. ઘણી સ્ત્રીઓને પેટ ફૂલવાની સમસ્યા રહેવી હોય છે તેથી આવા સમયમાં ડાયટમાં મીઠાવાળા ખોરાકનો સમાવેશ ન કરવો જોઈએ.