મુંબઈઃ કહેવાય છે કે સુંદરતા જોનારાની આંખોમાં હોય છે, પરંતુ આજે આ કહેવતમાં થોડો ફેરફાર થયો છે. સુંદરતા લોકોની આંખોમાં નહીં, પરંતુ શો ઓફ કે પછી દેખાડનારાની અદામાં હોય છે. માન્યામાં વાત આવતી નથી, પરંતુ બોલીવૂડની જાણીતી અભિનેત્રી દિશા પટની માટે આ વાત લાગુ પડે છે. નીતા અંબાણી મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએમસીસી)માં આયોજિત કાર્યક્રમમાં બોલીવૂડના સુપરસ્ટારથી લઈને ટોચની અભિનેત્રીઓ હાજરી આપી હતી, જેમાં દરેક સ્ટારે પોતાની સ્ટાઈલમાં સુપર પોઝ આપ્યા હતા.
અહીંના કાર્યક્રમમાં બીજા દિવસે પહોંચેલી દિશા પટનીએ શાનદાર પોઝ આપીને તેના ચાહકોના દિલ જીતી લીધા હતા. મોટા ભાગના કલાકારોએ અહીંના કાર્યક્રમમાં હાજરી આપી હતી, પરંતુ દિશા પટનીના બોલ્ડ અવતારને જોઈને લોકો દંગ રહી ગયા હતા. હોટ એન્ડ બોલ્ડ એક્ટ્રેસ લોકોના હોશ ઉડાવી દીધા હતા. હંમેશાં સોશિયલ મીડિયા ટૂ પીસ યા બિકિનીમાં જોવા મળતી દિશાને જોઈને આફરીન પોકારી ઉઠયા હતા. સિલ્વર શિમરી સાડીમાં જોવા મળેલી દિશાએ સ્ટ્રેપલેસ ટ્યૂબ ટોપ સ્ટાઈલ બ્લાઉઝ પહેર્યો હતો. સાડીના પલ્લુંને જરા ઉપર નીચે કરીને પોઝ આપ્યા બાદ હકીકતમાં લોકોનું દિલ જીતી લીધું હતું દિશાએ. બિકિની પહેર્યા વિના દિશા પટનીના બોલ્ડ અવતારે કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા. સોશિયલ મીડિયામાં હંમેશાં છવાયેલી રહેતી દિશા પટની જેકી શ્રોફના દીકરા ટાઈગર શ્રોફ સાથે બ્રેક અપ કર્યા પછી પણ ચર્ચામાં રહે છે, પરંતુ સૌથી વધુ તેની બોલ્ડ અદાથી ચર્ચામાં રહે છે. આજના ફોટોગ્રાફ ઈન્સ્ટાગ્રામ શેર કરીને લાખો લોકોએ લાઈક કરી હતી, જ્યારે હજારો લોકોએ કમેન્ટ કરી હતી.
View this post on Instagram