ઉત્તર પ્રદેશના અમેઠીના મોહમ્મદ આરિફ અને સારસની મિત્રતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. એ જ રીતે તેમનું અલગ થવું ચર્ચામાં રહ્યું હતું. હવે આ મામલો રાજનીતિનું કેન્દ્ર બન્યો છે. આરીફ લગભગ 27 દિવસ પછી તેના મિત્ર સારસને મળ્યો હતો. હવે તેમની મુલાકાતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઇને બીજેપી સાંસદ વરુણ ગાંધી પણ ભાવુક થઈ ગયા હતા.
વરુણ ગાંધીએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું, ‘સારસ અને આરિફની કહાની ખાસ છે! આ બંને મિત્રોની એકબીજાને જોઈને થયેલી ખુશી જ કહી દે છે કે તેમનો પ્રેમ કેટલો નિર્મળ અને પવિત્ર છે. આ સુંદર પક્ષી પાંજરામાં રહેવા માટે નહીં પણ આકાશમાં મુક્ત ઉડવા માટે બન્યું છે. તેને તેનું આકાશ, તેની સ્વતંત્રતા અને તેનો મિત્ર પાછો આપી દો.’
सारस और आरिफ की कहानी खास है!
एक दूसरे को सामने पा कर इन दोनों दोस्तों की ख़ुशी बता रही है कि इनका प्रेम कितना निश्छल और पवित्र है।
यह खूबसूरत जीव स्वच्छंद आकाश में उड़ने के लिए बना है, पिंजरे में रहने के लिये नहीं।
उसे उसका आसमान, उसकी आजादी और उसका मित्र वापिस लौटा दीजिए। pic.twitter.com/kwUCYn4q2Q
— Varun Gandhi (@varungandhi80) April 12, 2023
“>
ક્વોરન્ટીન પીરીયડ પૂરો થયા બાદ આરિફને સારસને મળવાની મંજૂરી આપવામાં આવી છે. તમામ માર્ગદર્શિકાને અનુસરવાની સરત સાથે પ્રાણી સંગ્રહાલય પ્રશાસને આરિફને સારસને મળવાની મંજૂરી આપી હતી. આરીફ 10 મિનિટ સુધી મિત્ર સારસ સાથે રહ્યો. કાનપુર ઝૂની વાઇલ્ડલાઇફ હૉસ્પિટલના એક પાંજરામાં કેદ સારસ આરિફને જોઇને ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું. તેણે ડોક ઉપર નીચે કરી, પાંખો ફફડાવી અને અવાજ કરીને મિત્ર આરીફને આવકાર્યો હતો.
આરિફ કહ્યું કે તે સારસને મળવા માટે આતુર હતો પરંતુ પ્રોટોકોલને કારણે ત્યાં જઈ શક્યો ન હતો. આરીફ ઈચ્છે છે કે સારસને પક્ષી અભયારણ્યમાં છોડવામાં આવે. આરિફ સાથે હાજર સપા વિધાનસભ્ય અમિતાભ બાજપાઈએ કહ્યું કે, સારસ અને આરિફનો પ્રેમ જોઈને તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.
આ પહેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ પણ આરિફ સાથે કાનપુર ઝૂ પહોંચ્યા હતા. પરંતુ બંનેને સારસને મળવા દેવાયા ન હતા. તેમને કહેવામાં આવ્યું કે સ્ટોર્કને 15 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યું છે. જોકે, અખિલેશ અને આરીફે સીસીટીવી દ્વારા સારસને જોયું હતું.
અમેઠીના જામો બ્લોકના રહેવાસી આરીફ અને સારસની દોસ્તી ઓગસ્ટ 2022માં શરુ થઇ હતી. આરીફ સારસના ખેતરમાં ઘાયલ હાલતમાં મળી આવ્યું હતો. તેના જમણા પગમાં ઈજા થઇ હોવાથી લોહી વહી રહ્યું હતું. આરીફે સારસના પગ પર દવા લગાવીને પાટો બાંધી દીધો. તે પછી સારસને ખેતરની કિનારે સુવાડાવ્યું હતું. આ પછી તેણે તેની સંભાળ રાખવાનું ચાલુ રાખ્યું. આરીફ આરીફના ઘરે રહેવા લાગ્યું અને બંને ગાઢ મિત્રો બની ગયા.