ઇન્ડિયમ પ્રમિયર લીગમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના વિવાદે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે મેદાનની વચ્ચે જ વિવાદ થયો હતો. આ વિવાદને ત્રણ દિવસ થઇ ગયા છે. છતાં આ ઘટના ઘણાંના મનમાં હજી તાજી છે. આ અંગે સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાંક ચાહકો ગૌતમ ગંભીરનો સાથ આપી રહ્યાં છે. તો ઘણાં ચાહકો વિરાટ કોહલીને સપોર્ટ કરી રહ્યાં છે. ત્યારે હાલમાં જ ચૈન્નઇ અને લખનઊની મેચમાં આવી જ એક ઘટના બની છે. આ મેચમાં કોહલીના ફેન્સે ગૌતમ ગંભીર સામે કોહલી કોહલીની ઘોષણા કરી તેની ટીખળ કરતાં ગંભીરને ગુસ્સો આવ્યો હતો. ગંભીરના આ ગુસ્સાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
This is brutal ragging from the crowd. 😂 #LSGvsCSK #ViratKohli #GautamGambhir pic.twitter.com/q13QRBdKDS
— ESCN 18 🤙 (@EddyTweetzBro) May 4, 2023
બેંગ્લોર અને લખનઊની મેચમાં કોહલી અને ગંભીર વચ્ચે મોટો વિવાદ થયો હતો. આ ઘટના બાદ બીસીસીઆઇએ બંને પર મેચ ફીના 100 ટકાનો દંડ ફટકાર્યો હતો. આ ઘટના બાદ હવે વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં વિરાટના ચાહકો ગંભીરને ટ્રોલ કરી રહ્યાં હોવાનો વિડીયો જોવા મળે છે. ચેન્નઇ સાથેની મેચ રદ થયા બાદ ગંભીર જ્યારે ડ્રેસીંગ રુમ તરફ જઇ રહ્યો હતો ત્યારે મેચ જોવા આવેલ ચાહકોએ ‘કોહલી-કોહલી’ની ઘોષણા કરવાની શરુઆત કરી હતી. ત્યાર બાદ ગંભીરે જે રિએક્શન આપ્યું હતું તે સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઇ રહ્યું છે.
ગંભીર જ્યારે ડ્રેસિંગ રુમ તરફ જઇ રહ્યો હતો ત્યારે કોહલીના ચાહકોએ કોહલી કોહલીની ઘોષણા કરી હતી. આ સાંભળીને ગંભીર ત્યાં જ રોકાઇ ગયો હતો અને પ્રેક્ષકો સામે ગુસ્સામાં એકીટસે જોઇ રહ્યો હતો, ત્યાર બાદ થોડા સમય પછી તે ડ્રેસિંગ રુમમાં ગયો હતો.