પ્રશાંત મહાસાગરમાં ફોલ્ટ લાઈન્સ નામનો એક વિસ્તાર છે અને આ વિસ્તારમાં વૈજ્ઞાનિકોની ચિંતાનું કારણ બની ગયું છે. વૈજ્ઞાનિકોએ આ વિસ્તારમાં એક વિચિત્ર પ્રકારનું ગળતર જોયું છે. આ પ્રકારનું લીકેજ અત્યાર સુધી ક્યારેય જોવા મળ્યું નથી. હવે વૈજ્ઞાનિકોને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે પ્રશાંત સાગરના તળિયામાં થઈ રહેલાં આ ગળતરને કારણે ભૂકંપ આવી શકે છે. આ ગળતરને વૈજ્ઞાનિકોએ પાયથિયા ઓએસિસના નામે ઓળખવામાં આવે છે. આ લીક કાસ્કેડિયા સબડક્શન ઝોન (CSZ)માં છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના પેસિફિક દરિયાકાંઠે આવા પ્રકારનું ગળતર આ પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. આ પ્રકારની ઘટના પહેલી જ વખત જોવા મળી રહી છે. આ લીક CSZમાં છે અને આ એ સ્થાન છે કે જ્યાં જ્યાં બે પ્લેટ્સ વચ્ચે ઘર્ષણ થાય છે, પરંતુ શક્ય છે કે આ પ્રવાહી સમુદ્રી અને ખંડીય પ્લેટ્સ વચ્ચેના દબાણને નિયંત્રિત કરી રહ્યું હોય. લીક થવાને કારણે બહાર આવતું પાણી ફોલ્ટ લાઇન પર છે, જ્યાં તાપમાન 300થી 500 ડિગ્રી ફેરનહીટ વચ્ચે રહે છે. એટલા માટે ન્યુપોર્ટ, ઓરેગોનથી લગભગ 50 માઈલ દૂર સમુદ્રનું પાણી ગરમ છે.
રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કોઈ પણ સંજોગોમાં જો વધુ પાણી બહાર આવતું રહેશે તો તે ફોલ્ટ પર દબાણ વધારી શકે છે. જેના પરિણામે બંને પ્લેટ પર થ્રસ્ટ પણ વધી શકે છે. આવી સ્થિતિમાં જો તણાવ વધી જાય અને પ્લેટો ખસવા લાગે તો ભૂકંપ આવી શકે છે. લીકની સાથે, વૈજ્ઞાનિકોએ મિથેનના પરપોટાને સમુદ્રની નીચે એક માઈલ સુધી વધતા જોયા હતા.
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના સમુદ્રશાસ્ત્રી અને સાયન્ટિફિક એડવાન્સિસ જર્નલમાં આ ઘટનાની વિગતો આપતા એક સંશોધકે જણાવ્યું હતું કે જો પ્રવાહીનું દબાણ વધુ હોય તો એનો સીધેસીધો અર્થ એ થાય છે કે ઘર્ષણ ઓછું છે અને બે પ્લેટ્સ સરકી શકે છે. જ્યારે, જો દબાણ ઓછું હોય, તો પ્લેટ્સ લોક થઈ જશે. ફોલ્ટ લાઇનમાંથી નીકળતું પ્રવાહી લુબ્રિકન્ટ લીક થવા સમાન છે. ભૂકંપના જોખમોના સંદર્ભમાં આ એક ખરાબ સમાચાર કહી શકાય. અહેવાલમાં એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ લીક ઉત્તર અમેરિકાના દરિયાકાંઠે મોટા ભૂકંપનો સંકેત હોઈ શકે છે.