નવી દિલ્હી: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઇ)ને એક્સચેન્જને પોતાના પ્લેટફોર્મ પર એક અલગ વિભાગ તરીકે સોશિયલ સ્ટોક માર્કેટની સ્થાપવા માટે અંતિમ મંજૂરી આપી છે. બજાર નિયામક તરફથી અંતિમ મંજૂરી ૨૨મી ફેબ્રુએરીએ મળી હોવાનું એક્સચેન્જે જણાવ્યું હતું. એક સામાજિક સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવા માટે બિન-નફાકારક સંસ્થાઓને ઇક્વિટી, ડેટ અથવા મ્યુચ્યુઅલ ફંડ એકમોના સ્વરૂપમાં મૂડી મેળવવાની મંજૂરી આપશે, નિયમનકારે ડિસેમ્બરમાં એનએસઇને તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. બિન-લાભકારી સંસ્થાઓ એક્સચેન્જ પર નોંધણી કરાવ્યા પછી જાહેર અથવા ખાનગી રીતે ‘ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ’ સિક્યોરિટીઝ જારી કરીને નાણાં એકત્ર કરી શકે છે. જો કોઈ વ્યક્તિ બિન-નફાકારક સંસ્થાઓને દાન આપવા માગતા હોય તો તે ઈશ્યૂમાં સબ્સ્ક્રાઇબ કરી શકે છે. નિયમનકારે ‘શૂન્ય કૂપન ઝીરો પ્રિન્સિપલ’ સિક્યોરિટીઝ માટે વર્તમાન ન્યૂનતમ ઇશ્યૂ કદ રૂ. એક કરોડ નક્કી કર્યુંં છે અને સબ્સ્ક્રિપ્શન માટે વર્તમાન લઘુત્તમ એપ્લિકેશન કદ બે લાખ રૂપિયા રહેશે. નિયમનકારે ડિસેમ્બરમાં બીએસઈને સોશિયલ સ્ટોક માર્કેટ શરૂ કરવા માટે અંતિમ લાઇસન્સ પણ આપ્યું હતું.