ભારતીયો અને હિન્દુઓને ગાયને ખૂબ પવિત્ર માનવામાં એક પવિત્ર પ્રાણી છે અને ભારતમાં તો ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અત્યાર સુધી તમે ગાય રસ્તા પર કે ઘાસના મેદાનમાં જોઈ હશે, પણ જો તમને પાણીમાં રહેતી ગાય વિશે પૂછે તો તમારા માન્યામાં આવે કે? હવે તમને થશે કે ભાઈ આવું તે કઈ રીતે પોસિબલ છે, ગાય તો જમીન પર રહે પાણીમાં તો કઈ રીતે રહી શકે? પણ બોસ આવું શક્ય છે અને આજે અમે અહીં તમને આવી જ ગાય વિશે જણાવવા જઈ રહ્યા છે.
આ ગાય દરિયામાં જ રહે છે અને સમુદ્રનું સૌથી પ્રતિષ્ઠિત જીવ માનવામાં આવે છે. આ ગાય દેખાવમાં વિશાળ છે, પણ તેમ છતાં તે ક્યારેય કોઈ અન્ય જીવ પર હુમલો કરતી નથી અને તેમ છતાં તેનો ખૂબ જ ઝડપથી શિકાર કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં પણ માનવી દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણને કારણે પણ તેનો ભોગ લેવાઈ રહ્યો છે. આ ગાયના દેખાવની વાત કરીએ તો દેખાવમાં તે દરિયાઈ સીલ જેવી જ દેખાય છે, પણ હકીકતમાં તે તેના કરતાં તદ્દન અલગ છે. 50થી 60 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવતી આ ગાય એકદમ શાકાહારી છે અને દરિયાના પેટાળમાં ઊગતું ઘાસ ખાઈને તે પેટ ભરે છે અને તેને મેનાટી તરીકે ઓળખવામાં આવે છે. 12થી 14 મહિના સુધી માતાના ગર્ભમાં રહે છે અને આ જીવના ગળામાં કુલ 6 હાડકાં હોય છે અને તેમની ગરદન વિશાળ શરીરના પ્રમાણમાં નાની હોય છે, એટલે જો આ મેનાટીને આજુ-બાજુમાં જોવું હોય તે તેણે તેનું આખું શરીર એ દિશામાં ફેરવીને જોવું પડે છે.
We want to be as chilled out & content as this manatee! Have you been lucky enough to spot a sea cow? 💙🐮
📸 IG/ daviddiez pic.twitter.com/nX78gAE1fz
— PADI Travel (@PADI_Travel) April 13, 2023
આજે ભલે મેનાટી એક સમુદ્રી જીવ બની ગણાય છે, પણ એક સમય હતો કે જ્યારે આ પ્રજાતિ ધરતી પર રહેતી હતી. એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ દરિયાઈ ગાય લગભગ 55 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર રહેતી હતી. આ ક્રિએચર સાથે સંકળાયેલી સ્ટોરી વિશે વાત કરીએ તો ભલે આ મેનાટી દરિયાઈ ગાય તરીકે ઓળખવામાં આવે છે, પણ હકીકતમાં તો તેનો ડીએનએ હાથી જેવો છે. વર્ષો પહેલાં જ્યારે આ પ્રજાતિ પૃથ્વી પર રહેતી હતી ત્યારે તેના ચાર પગ હતા અને તે સામાન્ય ગાયની જેમ જમીન પર ઘાસ ચરતી હતી.
Drop one fun fact you know about manatees below 🤗
🎥: IG user ‘daviddiez’ pic.twitter.com/NKN6blX8j2
— PADI (@PADI) April 11, 2023
દરિયાઈ સૃષ્ટિનું સૌથી સજ્જન ગણાતું આ પ્રાણી ભલે શાંત છે, પણ તેમ છતાં ચોંકવનારી બાબત તો એ છે કે સૌથી વધુ તેનો શિકાર કરવામાં આવી રહ્યો છે અને આ પાછળના કારણની વાત કરીએ તો આ મેનાટીના શરીરમાં પુષ્કળ ચરબી હોય છે અને એને કારણે જ તેમનો શિકાર કરવામાં આવે છે. માત્ર માંસ કે ચરબીને કારણે જ તેનો ભોગ લેવાય છે એવું નથી. મનુષ્યો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણને કારણે પણ તેમનું મૃત્યુ થઈ રહ્યું છે અને વાત જાણે એમ છે કે તેઓ જે ઘાસ પર જીવે છે તે પ્રદૂષણને કારણે સમુદ્રમાં ઊગતું જ નથી અને તેના કારણે તેઓ ભૂખથી મૃત્યુ પામી રહ્યા છે. કુદરતના આ અનોખા કરિશ્મા વિશે જાણીને ચોક્કસ જ તમને નવાઈ લાગી હશે કે હેં આવો જીવ પણ ધરતી પર અસ્તિત્વ ધરાવે છે ખરું?