બેંગલુરુઃ અહીંના પાટનગરનો એક શરમજનક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં 71 વર્ષના વૃદ્ધને યુવકે એક કિલોમીટર સુધી ઘસડીને લઈ જાય છે. હદ તો એ વાતની થઈ હતી કે આ યુવક ભૂલ માનવાને બદલે પીડિતને જવાબદાર ગણાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં આ શરમજનક બનાવ જોવા મળે છે. મંગળવારે સ્કૂટી પર એક યુવક વૃદ્ધને ઘસડીને લઈ જાય છે અને કિલોમીટર સુધી ઘસડી જતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ તેની જોરદાર ટીકા કરી હતી.
મંગળવારે બેંગલુરુમાં ઘટેલી ઘટનામાં સ્કૂટીચાલક ધોળે દિવસે વૃદ્ધને રસ્તા પર ઘસડતો જોવા મળ્યો હતો ત્યારબાદ એક ઓટોચાલકે તેની સ્કૂટીની આગળ રિક્ષા ઊભી રાખીને તેને રોક્યો હતો. લોકોની ભીડ એકત્ર થઈ ગયા પછી સ્કૂટીચાલકે પોતાની ભૂલ માનવાને બદલે પીડિતને ઘટના માટે જવાબદાર ગણાવ્યો હતો. મંગળવારે બપોરે બનેલી ઘટનામાં રોંગ સાઈડમાં જનારા સ્કૂટીચાલકે એક ટાટા સૂમોને ટક્કર મારી હતી.
બેંગલોરમાં શરમજનકઃ સ્કૂટી ચલાવનારાએ હદ કરી, વૃદ્ધને કિલોમીટર ઘસડ્યો…#BREAKING #Bangalore
ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો 👇https://t.co/UG0Cq0V8Ei pic.twitter.com/SzuaxzeVfW— Mumbai Samachar Official (@Msamachar4u) January 17, 2023
ટક્કર માર્યા પછી સ્કૂટી લઈને તે ભાગ્યો હતો. ટાટા સુમોનો ડ્રાઈવર સ્કૂટી સવારને રોકવા માટે સ્કૂટીની પાછળથી પકડી લીધો હતો, પરંતુ સ્કૂટીચાલકે સ્કૂટી ભગાવે રાખી હતી. આ ઘટનામાં ટાટા સૂમોના ડ્રાઈવરને ઈજા પહોંચી છે, જ્યારે પોલીસે આરોપી (નામ સોહિલ)ની ધરપકડ કરી છે તથા વધુ તપાસ હાથ ધરી છે. પીડિત વૃદ્ધે ઘટના પછી કહ્યું હતું કે તેને એમ કરવું જોઈતું નહોતું. આટલી બધી બેદરકારીથી ડ્રાઈવિંગ કરવાનું જરુરી નથી. હું એટલું કહેવા માગું છું કે ભવિષ્યમાં આ યુવક અન્ય સાથે આવી હરકત કરે નહીં. તાજેતરમાં જ દિલ્હીમાં રાતના રસ્તા પર સ્કૂટીચાલકે એક યુવતીને આઠેક કિલોમીટર સુધી ઘસડી હતી, જેમાં યુવતીનું મોત થયું હતું.