વધતી ઠંડીને કારણે દિલ્હી સરકારે સરકારી શાળાઓ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. પાટનગર દિલ્હીમાં સરકારે કહ્યું છે દિલ્હીની તમામ સરકારી સ્કૂલ પહેલી જાન્યુઆરીથી પંદરમી જાન્યુઆરી વચ્ચે બંધ રહેશે.
જોકે, આ સમયગાળા દરમિયાન નવથી બારમા ધોરણના વિદ્યાર્થી માટે એક્સ્ટ્રા ક્લાસ ચાલુ રહેશે. આ એક્સ્ટ્રા ક્લાસ માટે સમયનો નિર્દેશ પણ શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હીમાં વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે એકસ્ટ્રા ક્લાસ પણ રજાઓ દરમિયાન લઈ શકાશે, એવી સ્પષ્ટતા કરી હતી.
સરકારે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે બીજી જાન્યુઆરીથી 14 જાન્યુઆરી 2023ની વચ્ચે નવથી બારમા ધોરણ સુધી રેમેડિયલ ક્લાસનું આયોજન કરી શકાશે. આ ઉપરાંત શાળાઓને જણાવાયું છે કે ઠંડીની રજાઓ પૂર્વે તેના સંબંધમાં જરુરી તૈયારીઓ કરે અને ટાઈમટેબલ પ્રમાણે ક્લાસનું આયોજન કરવામાં આવે. એના સિવાય કયા વિષય રોજ ભણાવવા જોઈએ તેના અંગે પણ જણાવ્યું છે. હાલના તબક્કે આ નિર્ણય ફક્ત સરકારી સ્કૂલ માટે લેવામાં આવ્યો છે, પરંતુ મોટા ભાગની શાળાઓમાં પણ રજા રાખવામાં આવે છે, એવું જણાવાયું હતું.