કતારઃ ફિફા વર્લ્ડકપની ત્રીજી મેચ આર્જેન્ટિના અને સઉદી અરેબિયા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં સઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને 2-1થી હરાવીને સૌથી મોટો અપસેટ સર્જયો હતો.
આર્જેન્ટિનાની ટીમના સુકાની લિયોનલ મેસીએ એક ગોલ કર્યો હોવા છતાં તે નકામો પુરવાર થયો હતો. ગ્રુપ-સીમાં સઉદી અરેબિયાની ટીમે આર્જેન્ટિના સામે બે ગોલ કર્યા હતા, જેના જવાબમાં આર્જેન્ટિના ફક્ત એક ગોલ જ કરી શક્યું હતું. અત્યાર સુધીમાં 36 મેચમાં નહીં હારવાનો વિક્રમ આજે તૂટી ગયો હતો.
દસમી મિનિટમાં લિયોનલ મેસીએ એક ગોલ કર્યો હતો, જ્યારે સઉદી અરેબિયાએ 48મી મિનિટમાં પહેલો અને 53મી મિનિટે બીજો ગોલ કર્યો હતો. સઉદી અરેબિયા વતીથી સાલેમ અલડસારીએ ટીમ વતીથી બીજો ગોલ પણ કરતા ટીમમાં જોરદાર ઉત્સાહ વધ્યો હતો. સઉદી અરેબિયાએ બીજા હાફમાં પણ જબરદસ્ત આક્રમક રમત બતાવી હતી, પરંતુ છેલ્લી સુધી સઉદી અરેબિયા આક્રમક રહેવાને કારણે આર્જેન્ટિના 2-1થી હાર્યું હતું.