અભિનેતા, કોમેડિયન અને દિગ્દર્શક સતીશ કૌશિકના અચાનક એક્ઝીટને કારણે અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. હોળી પર સેલીબ્રેશન કરનારા સતીશ કૌશિક હવે આ દુનિયામાં નથી એવી કલ્પના પણ કોઇ કરી શકે એમ નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે તેમનો પરિવાર હજી સુધી કોઇ પણ આ આઘાતમાંથી બહાર આવ્યું નથી. સંતીશ કૌશિકની અંતિમ પળોમાં તેમનો મેનેજર સંતોષ રાય તેમની સાથે હતો. હવે સંતોષ રાયએ તે દિવસે શું ઘટના બની તેનો ખુલાસો કર્યો છે.
એક બેવ પોર્ટલ મુજબ છેલ્લી રાત્રે આખરે શું બન્યુ હતું તે અંગે સંતોષ રાયે જણાવ્યું હતું કે,’હું લગભગ 34 વર્ષથી સતીશ કૌષિક સાથે કામ કરું છું. બુધવારે રાત્રે જમ્યા બાદ સતીશ કૌષિકને કોઇ લક્ષણો જણાયા નહતા. રાત્રે 8:૩૦ વાગે તેઓ જમ્યા, 9મી માર્ચે સવારે 8:50ની ફ્લાઇટથી અમે મુંબઇ પાછા આવવાના હતા. તેમણે કહું કે સંતોષ વહેલો સૂઇ જા. સવારે ફ્લાઇટ પકડવાની છે, મેં થીક છે સર એમ કહ્યું અને હું બાજુની રુમમાં જતો રહ્યો.’
‘તેમણે રાત્રે 11 વાગે મને ફોન કર્યો. કે સંતોષ અહીં આવ અને વાયફાય પાસવર્ડ ઠીક કરી આપ. તેમને કાગઝ 2 ફિલ્મ એડિટની દ્રષ્ટીએ જોવાની હતી. રાત્રે 11:30 અગીયાર વાગે એમણે ફિલ્મ જોવાની શરુ કરી અને હું ફરી મારા રુમમાં આવ્યો’ એમ સંતોષે જણાવ્યું.
રાત્રે 12:15 વાગે તેઓ મારું નામ લઇને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હું દોડીને એમના રુમમા ગયો અને મેં પૂછ્યું કે સર શું થયું ? ત્યારે તેમણ જવાબ આપ્યો કે મને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. પ્લીઝ મને ડોક્ટર પાસે લઇ જા. હું અને એ તરત જ કારની દીશામાં દોડ્યા. ત્યાં ડ્રાઇવર અને બોડીગાર્ડ પણ હતા. અમે હોસ્પિટલ તરફ દોટ મૂકી અને એમને છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો. જલદી ચાલો એમ કહી સતીષ સરએ મારા ખભા પર હાથ મૂક્યો. મારે મરવું નથી મને બચાવી લો, મારે વંશિકા માટે જીવવું છે. હું જીવીશ એવું મને નથી લાગી રહ્યું શશિ અને વંશિકાનું ધ્યાન રાખજે. 8 જ મિનિટમાં અમે ફોર્ટિઝ હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં સુધી તેઓ બેભાન થઇ ગયા એમ સંતોષ રાયે જણાવ્યું.