પડદા પર પોતાની કોમેડીથી લોકોને હસાવનારા અભિનેતા સતિષ કૌશિકના નિધનથી સેલેબ્સ અને ફેન્સની આંખો ભીની કરી ગયા છે. આજે અભિનેતાએ 67 વર્ષની વયે નિધન થયું હતું. સતિષ કૌશિક માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક ચર્ચિત કલાકાર કે ડાયરેક્ટર જ નહીં પણ એક ખુબ જ નેકદિલ વ્યક્તિ પણ હતા અને તેમની નેકદિલીનો જ એક અનોખો કિસ્સો જણાવીશું. સતિષ કૌશિક અને અભિનેત્રી નીના ગુપ્તા સાથે ખુબ જ સારી મિત્રતા હતી. એવું કહેવાય છે કે બંને એક બીજાને 1975થી ઓળખતા હતા. સતિષ કૌશિક અને નીના ગુપ્તાની મિત્રતાનો એક એવો કિસ્સો આજે અમે અહીં તમારી સાથે શેર કરીશું.
અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની બાયોગ્રાફી ‘સચ કહું તો’ માં પણ આ કિસ્સો શેર કર્યો હતો. અસલમાં જ્યારે નીના ગુપ્તા પ્રેગનેન્ટ હતી ત્યારે સતિષે તેમને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. નીના ગુપ્તાનું અફેર એક સમયે વેસ્ટ ઈન્ડિઝના ચર્ચિત ક્રિકેટર વિવયન રિચાર્ડ્સ સાથે હતું. આ દરમિયાન નીના પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી અને કોઈ કારણસર નીના અને વિવિયન રિચાર્ડ્સ સાથે તેના લગ્ન થઈ શક્યા નહીં. આવામાં સતિષ કૌશિકે પોતાની પ્રેગ્નેન્ટ બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
સતિષ કૌશિકને જ્યારે ખબર પડી કે નીના ગુપ્તા પ્રેગ્નેન્ટ છે તો તેમણે અભિનેત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા જતાવી હતી. અસલમાં નીના ગુપ્તા ત્યારે ખુબ જ એકલી પડી ગઈ હતી અને આવામાં સતિષ કૌશિક તેમનો સહારો બનાવા માંગતા હતા. સતિષે નીનાને એટલે સુધી કહી દીધુ હતું કે બાળક જો ડાર્ક પેદા થાય તો કહેજે કે મારું છે. આપણે બંને લગ્ન કરી લઈશું અને કોઈને શક પણ નહીં જાય. સતિષ કૌશિકની આ વાત સાંભળીને નીના ખુબ ઈમોશનલ થઈ ગઈ હતી અને ચોંકી ગઈ હતી. અત્રે જણાવવાનું કે નીનાએ તેની પુત્રી પસાબાને એકલે હાથે ઉછેરીને મોટી કરી છે. નીના ગુપ્તા અને સતિષ કૌશિકની આ અનોખી મિત્રતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભલે એટલી બધી ના ચર્ચાઈ હોય પણ બાયોગ્રાફી તેનો ઉલ્લેખ કરીને નીના ગુપ્તાએ એક અનોખા જ સતિષ કૌશિક સાથે લોકોની મુલાકાત કરાવી હતી…..