સાતારાના પ્રતિનિધિ કાજલ ઋતુરાજ ભોઇતે તાજેતરમાં પ્રતિષ્ઠિત વૉગ સ્ટાર મિસિસ ઇન્ડિયા ૨૦૨૩ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો, જે સમગ્ર ભારતમાંથી સ્ત્રીત્વની પ્રતિભાને માન્યતા આપતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા છે. હોટેલ લે મેરીડીયન જયપુર રાજસ્થાન ખાતે યોજાયેલી, કાજલ ભોઇતે વિજેતા તરીકે ઊભરી આવ્યા હતા. જે તેણીના પરિવાર અને તેણીના વતન ફલટન માટે ગર્વ સમાન હતું. ૮00 સ્પર્ધકોમાંથી કાજલ ભોઇતેને ટોપ પંદરમાં શોર્ટલીસ્ટ કરાયેલ અને તેણીની સતર્કતા અને ઉત્તમ કૌશલ્યનું પ્રદર્શન કરીને શ્રીમતિ મહારાષ્ટ્રનું બિરુદ જીત્યા હતા.
તેઓને ભવિષ્યની સફળતા અને સમૃદ્ધિ માટે ઘણા શુભેચ્છા સંદેશા મળ્યા છે. તેણીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હું રાષ્ટ્રીય સ્તરે સાતારા-મહારાષ્ટ્રનુ પ્રતિનિધિત્વ કરવા અને સ્પર્ધા જીતવા અત્યંત રોમાંચિત છું. મને આશા છે કે હું અન્ય મહિલાઓને પોતાની જાતને એક્સપ્લોર કરવા પ્રેરિત કરીશ. ફેશન મારો શોખ છે. આલબમ માટે તથા ભૂતકાળમાં એડ શૂટ કરવા ઓફરો મળતી હતી છતાં કામની પ્રતિબદ્ધતાને કારણે હું તેમ કરી શકી ન હતી, પરંતુ હવે હું વ્યવસાયિક રીતે સેટલ છું, હું માનું છું કે આપણી પ્રતિભા દર્શાવવા અને નવી તકો શોધવા કોઇ વયમર્યાદા રહેતી નથી.
તેણીની સિદ્ધિઓની શુભેચ્છકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહેલ છે.