બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણીવાર સ્ટાર્સ વચ્ચે મિત્રતા અને સંબંધોના સમાચારો સામે આવે છે. કેટલાક સ્ટાર્સ પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરે છે, તો કેટલાક સ્ટાર્સ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ રાખવાનું પસંદ કરે છે. થોડા વર્ષો પહેલા સારા અલી ખાન અને કાર્તિક આર્યન વચ્ચેના સંબંધોના સમાચાર પણ ઘણા ચમક્યા હતા.
સારા અને કાર્તિકે ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત નથી કરી, પરંતુ એવું કહેવાય છે કે વર્ષ 2019માં ફિલ્મ ‘લવ આજ કલ 2’ના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા. જોકે, થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ બંનેનું એકબીજા સાથે ખાસ કંઇ જામ્યું નહીં અને બંને અલગ થઈ ગયા હતા. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કાર્તિક અને સારા લડતા જોવા મળી રહ્યા છે.
સ્ટાર્સ કાર્તિક અને સારાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફિલ્મ ‘લવ આજ કલ 2’ના પ્રમોશન દરમિયાનનો હોવાનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં કાર્તિક-સારા રિક્ષામાં બેઠેલા જોવા મળે છે. બંને કંઈક એવી વાત કરી રહ્યા છે કે અચાનક સારા ઉભી થઈ જાય છે અને જવા લાગે છે. કાર્તિક આર્યન પણ બીજી બાજુથી બહાર નીકળે છે.
આ પછી સારા અલી ખાન રડતી જોવા મળે છે. યુઝર્સનું કહેવું છે કે આ લડાઈ બાદ કાર્તિક અને સારાનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યાંથી બંને છૂટા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે કાર્તિક આર્યન અને સારાએ ક્યારેય તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ બંને એક ચેટ શોમાં એકબીજાના વખાણ કરતા જોવા મળ્યા હતા.
ફિલ્મ ‘લવ આજ કલ 2’માં કાર્તિક આર્યન અને સારા અલી ખાનની કેમેસ્ટ્રી ચાહકોને પસંદ આવી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. કાર્તિક આર્યન ટૂંક સમયમાં કિયારા અડવાણી સાથે ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળશે. તે જ સમયે, સારા અલી ખાન એક સાથે અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. તેની આગામી ફિલ્મોમાં ‘જરા હટકે જરા બચકે’, ‘એ વતન મેરે વતન’, ‘મર્ડર મુબારક’નો સમાવેશ થાય છે.