દર થોડાક સમયે માસ્ટર બ્લાસ્ટરની દીકરી સારા તેન્ડુલકર સોશિયલ મીડિયા પર કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે, પછી એ શુભમન ગિલ સાથેના અફેયરની વાત હોય કે પછી વેકેશન પર ક્લિક કરેલા સુપર ફેશનેબલ ફોટોશૂટની વાત હોય.
સારા તેંડુલકર શુભમન ગિલ સાથેના તેના અફેયરને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે પરંતુ હજી સુધી બંનેમાંથી કોઈએ પણ આ બાબતે સત્તાવાર માહિતી આપી નથી. શુભમન ગિલની વાત કરીએ તો હાલમાં ક્રિકેટમાં શુભમન એકદમ ફોર્મમાં છે અને હમણાં થોડાક સમય પહેલાં સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં બંને જણ એક જ રેસ્ટોરાંમાં હોવાની વાતને તૂલ આપ્યું હતું.
આ બધા વચ્ચે હવે સારાને લઈને મહત્ત્વના સમાચાર એ આવી રહ્યા છે કે ટૂંક સમયમાં જ તે ડોક્ટર બની જવાની છે. સારાએ શાળાકીય અભ્યાસ પૂરું કર્યા બાદ યુનિવર્સિટી ઓફ લંડનમાંથી મેડિસીનનો અભ્યાસ કર્યો છે અને ટૂંક સમયમાં જ તે ડોક્ટર સારા તેંડલકર બને એવી અટકળો લગાવવામાં આવી રહી છે.
બીજી બાજું શુભમનના એજ્યુકેશનની વાત કરીએ તો તેણે મોહાલીની માનવ મંગલ સ્માર્ટ સ્કુલમાંથી શિક્ષણ લીધું છે. નાની ઉંમરમાં જ ક્રિકેટમાં આવી જવાને કારણે શુભમનના અભ્યાસ પર અસર જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો શુભમન પાસે કોલેજની કોઈ ડિગ્રી નથી.
આ પહેલાં સારા તેંડુલકર ટૂંક સમયમાં જ બોલીવૂડમાં એન્ટ્રી લેવાની છે એવી માહિતી મળી રહી હતી, પરંતુ માસ્ટર બ્લાસ્ટરે ખુદ આ વાતને રદીયો આપ્યો હતો અને આ વાત સદંતર ખોટી હોવાનું જણાવ્યું હતું.