Homeસ્પોર્ટસIPL 2023સારા આ ક્રિકેટરને જોવા માટે પહોચીં સ્ટેડિયમમાં

સારા આ ક્રિકેટરને જોવા માટે પહોચીં સ્ટેડિયમમાં

સારા તેંડુલકર સ્પેશિયલી આ ક્રિકેટરને સપોર્ટ કરવા વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી હતી. ભાઇ અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેની પ્રથમ મેચ રમવાની તક મળી હતી. અર્જુન તેંડુલકર છેલ્લા કેટલાક સમયથી ટીમ સાથે છે, પરંતુ તેને રમવાની તક આ પ્રથમ વખત મળી હતી.

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર KKR સામે મુંબઈ ઈન્ડિયન્સ માટે તેની પ્રથમ મેચ રમી હતી. અર્જુન તેંડુલકરે 16મી એપ્રિલ એટલે કે રવિવારે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. અર્જુનને મેદાન પર જોઈને ચાહકો પણ ખુશ થઈ ગયા હતા. અર્જુન તેંડુલકર પોતાની પ્રથમ મેચને યાદગાર બનાવી શક્યો નહોતો. અર્જુન તેંડુલકરે મુંબઈ માટે બોલિંગની શરૂઆત કરી અને પ્રથમ ઓવરમાં માત્ર ચાર રન આપ્યા હતા. તેણે આગલી ઓવરમાં 13 રન આપ્યા હતા. તેણે 2 ઓવરમાં 17 રન આપ્યા, જે દરમિયાન તેને કોઈ વિકેટ મળી ન હતી.

સારા તેંડુલકર પણ તેના ભાઈને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં ગઈ હતી. તે દરેક બોલ પર અર્જુનને પ્રોત્સાહિત કરવાનું કામ કરતી હતી. સારાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સારા વિશે ફેન્સ પણ કમેન્ટ કરી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્માએ ડેબ્યૂ મેચમાં અર્જુન તેંડુલકરને કેપ પહેરાવી હતી. ફર્સ્ટ ક્લાસમાં અર્જુને 3.42ની ઇકોનોમીમાં 12 વિકેટ લીધી છે અને એક સદી સહિત 223 રન બનાવ્યા છે. મુંબઈને આગામી મેચોમાં અર્જુન તેંડુલકર પાસેથી ઘણી આશા રાખવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -