માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રિન્સેસ સારા તેંડુલકર સુંદરતામાં બોલીવૂડની એક્ટ્રેસને ટક્કર આપે છે, તેની સાદગી જ લોકોના દિલ જિતી લે છે. વાત કરીએ સારાના પ્રોફેશનલ ફ્રન્ટની તો સારાએ થોડા સમય પહેલાં મોડલિંગના ક્ષેત્રમાં ડેબ્યુ કર્યું છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો અને વીડિયો બંને પોસ્ટ કરતી હોય છે.
ક્યારેક સારા તેંડુલકર પોતાની સિમ્પલ ફોટોથી તો ક્યારેક પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લોકોનું દિલ જીતી લે છે. સારાનો આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે અને લોકો આ ફોટો જોઈને એવી કમેન્ટ કરી રહ્યા છે કે સારા અલી ખાન પર સારા તેંડુલકર ભારે પડી ગઈ છે. રેડ કલરના ફ્લોરલ પ્રિન્ટવાળા ડ્રેસમાં સારા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે વાળ બાંધીને બસ આગળની તરફ લટ નીકાળીને રાખી છે.
બ્યુટીની સાથે સાથે સારા હેલ્થ કોન્શિયસ પણ છે અને તે તેની ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખે છે. અનેક વખત તેને જિમ જતી સ્પોટ કરવામાં આવે છે. જિમિંગ ઉપરાંત તે પોતાને ફિટ રાખવા માટે હેલ્ધી ફૂડ લે છે. સારા તેની ત્વચાને ચમકદાર બનાવવા માટે હેલ્ધી ફૂડ લે છે. તેની સુંદરતા જોઈને ચાહકોએ તેને નેચરલ બ્યુટીનો ટેગ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે સારા તેંડુલકરનું નામ અનેક વખત ભારતીય બેટ્સમેન શુભમન ગિલ સાથે જોડાય છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો શુભમન ગિલને સારાના નામથી ચિડાવે છે. જોકે બંને જણ હજી સુધી ક્યારેય એક સાથે જોવા મળ્યા નથી, પરંતુ એક વાત તો છે કે બંને ચોક્કસ જ જ્યારે પણ એકબીજાના નામ સાંભળે છે ત્યારે બ્લશ કરે છે.