બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને આજે પોતાની ક્ષમતા અને તાકાતથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આજે તે ચાહકોની પ્રિય અભિનેત્રીઓમાંની એક છે. ‘કેદારનાથ’ ફેમ સ્ટાર તેના બબલી વર્તન માટે પણ જાણીતી છે. દરમિયાન, તેણે પોતાની ફિલ્મ વિશે અપડેટ આપતાં જણાવ્યું કે ‘એ વતન મેરે વતન’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.
સારા અલી ખાને પોતે પોતાના સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થવાની જાણકારી આપી છે. આ સાથે તેણે કેટલાક ફોટા પણ શેર કર્યા છે જેમાં તેના ફિલ્મી લુકની ઝલક પણ જોવા મળી રહી છે. આ સાથે અભિનેત્રીએ એક મેસેજ પણ શેર કર્યો છે. ‘અય વતન મેરે વતન’ના સેટ પરથી તસવીરો શેર કરતી વખતે સારાએ કેપ્શન પણ લખ્યું છે. મહાત્મા ગાંધીના અવતરણોથી શરૂ કરીને તેણે લખ્યું છે કે- ‘એવું જીવો જાણે કાલે તમે મરી જવાના છો. શીખો એવી રીતે કે તમે હંમેશ માટે જીવવાના છો.’ આ પછી, ફિલ્મના નિર્દેશક કન્નન અય્યરનો આભાર માનતા તેણે લખ્યું છે કે- ‘ મને જુસ્સા, શક્તિ અને ગૌરવથી ભરપૂર આ શક્તિશાળી પાત્ર ભજવવા માટે પસંદ કરવા બદલ આભાર કન્નન સર. કેટલીક વાતો આપણા દિલમાં અંકિત રહે છે. આ પાત્ર હંમેશા મારી સાથે જોડાયેલું રહેશે. જય ભોલેનાથ.’
View this post on Instagram
આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં સારા અલી ખાન સાથે રિચર્ડ ભક્તિ ક્લીન પણ જોવા મળશે. હાલમાં ‘એ વતન મેરે વતન’ની રિલીઝ ડેટને લઈને કોઈ માહિતી સામે આવી નથી. જોકે, સારાના ફેન્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી પાસે ‘એ વતન મેરે વતન’ સિવાય પણ ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. સારા ટૂંક સમયમાં જ વિકી કૌશલની સાથે ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’માં જોવા મળશે. આ ઉપરાંત સારા દિગ્દર્શક અનુરાગ બાસુની ‘મેટ્રો ઇન દિનો’માં આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે.