તા. ૧૪-૫-૨૦૨૩ થી તા. ૨૦-૫-૨૦૨૩
—
રવિવાર, વૈશાખ વદ-૧૦, વિક્રમ સંવત ૨૦૭૯, તા. ૧૪મી મે, ઈ. સ. ૨૦૨૩. નક્ષત્ર શતભિષા સવારે ક. ૧૦-૧૫ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૩ સુધી (તા. ૧૫મી), પછી. મીન રાશિ પર જન્માક્ષર. પંચક, ભદ્રા બપોરે ક. ૧૫-૪૨થી મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૭ (તા. ૧૫) શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, વૈશાખ વદ-૧૧, તા. ૧૫મી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સવારે ક. ૦૯-૦૭ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. અપરા એકાદશી (કાકડી), ભદ્રકાલી એકાદશી (પંજાબ), જલક્રીડા એકાદશી (ઓરિસ્સા), અગત્સ્યનો અસ્ત, પંચક, બુધ માર્ગી. સૂર્ય વૃષભમાં સવારે ક. ૧૧-૪૩, સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી સવારે ક. ૧૧-૪૩ સુધી. સવારે ક. ૧૧-૪૩ પછી શુભ.
મંગળવાર, વૈશાખ વદ-૧૨, તા. ૧૬મી, નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા સવારે ક. ૦૮-૧૪ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. તિથિવાસર સવારે ક. ૦૬-૪૦ સુધી, પંચક. શુભ દિવસ.
બુધવાર, વૈશાખ વદ-૧૩, તા. ૧૭મી, નક્ષત્ર રેવતી સવારે ક. ૦૭-૩૮ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં સવારે ક. ૦૭-૩૮ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. પ્રદોષ, શિવરાત્રિ, વટસાવિત્રી વ્રતારંભ, પંચક સમાપ્તિ સવારે ક. ૦૭-૩૮. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૨-૨૮. શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, વૈશાખ વદ-૧૪, તા. ૧૮મી, નક્ષત્ર અશ્ર્વિની સવારે ક. ૦૭-૨૨ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. સાવિત્રી ચતુર્દશી (બંગાળ), ફલહારિણી કલિકા પૂજા, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૧૦-૦૨. શુભ કાર્ય વર્જ્ય છે.
શુક્રવાર, વૈશાખ વદ-૩૦, તા. ૧૯મી, નક્ષત્ર ભરણી સવારે ક. ૦૭-૨૮ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં બપોરે ક. ૧૩-૩૪ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. દર્શ – ભાવુકા અમાવસ્યા, શનિશ્ર્ચર જયંતી, અન્વાધાન, વટસાવિત્રી વ્રત (અમાવસ્યા પક્ષ) શુભ કાર્ય વર્જ્ય છે.
શનિવાર, જયેષ્ઠ સુદ-૧, તા. ૨૦મી, નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૦૮-૦૨ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, દશહરારંભ, કરીદિન, શનિ રોહિણી અમૃતસિદ્ધિયોગ સવારે ક. ૦૮-૦૨થી સૂર્યોદય (પ્રયાણે વર્જ્ય). શુભ કાર્ય વર્જ્ય છે. ઉ