Homeદેશ વિદેશરાજકારણ ગરમાયુંઃ રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે હવે સંજય રાઉતને બોલવું પડ્યું, અમે...

રાજકારણ ગરમાયુંઃ રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે હવે સંજય રાઉતને બોલવું પડ્યું, અમે હજુ પણ હિંદુત્વ છોડ્યું નથી…

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સાવરકરના નિવેદન પછી મહારાષ્ટ્રના રાજાકરણમાં ગરમાવો આવ્યો છે. હવે સંજય રાઉતે પણ રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે તેની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હું પાટનગર દિલ્હી જઈ રહ્યો છું અને રાહુલ ગાંધી સાથે તેના અંગે પોતે વાત કરીશ. તેમણે કહ્યું હતું કે તેમાં વીર સાવરકરને લાવવાનું જરુરી નથી. સંજય રાઉતે કહ્યું હતું કે ના તો અમે હિંદુત્વ છોડ્યું નથી અને હિંદુઓએ પણ અમને છોડ્યા નથી. વીર સાવરકરે જે રીતે દેશ માટે કાળા પાણીની સજા સ્વીકારી હતી અને 14 વર્ષ સુધી જેલમાં રહ્યા હતા એ સરળ વાત નથી. અમે પણ જેલની સજા ભોગવી છે, તેથી એ સરળ વાત નથી. હવે એ વ્યક્તિ પણ જીવતા નથી. પોતાની વાત રજૂ કરવા માટે સાવરકર અંગે આ પ્રકારે તેમના પર કાદવ ઉછાળવામાં આવે તો રાજ્યની જનતા તમને આકરી પ્રતિક્રિયા આપી શકે છે.

રાહુલ ગાંધીએ સાવરકર અંગે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું રે મારું નામ ગાંધી છે, સાવરકર નથી હું માફી માગીશ નહીં. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ રાહુલ ગાંધીના નિવેદનને વખોડી નાખ્યું હતું અને ચેતવણી આપતા કહ્યું હતું કે સાવરકરને નીચું દેખાડવાનો પ્રયાસ વિપક્ષના ગઠબંધન તોડાવી શકે છે. દરમિયાન મહારાષ્ટ્રમાં મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના નેતાએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું હતું કે તો શું તમે શું કરશો? શું તમે કોંગ્રેસ સાથે ગઠબંધન તોડશો એવો મનસેના નેતા સંદીપ દેશપાંડેએ ઉદ્વવ ઠાકરેને સવાલ કર્યો હતો. દરમિયાન પાટનગર દિલ્હીમાં પણ રાહુલના નિવેદનનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ભાજપના નેતાઓએ પણ રાહુલ ગાંધીએ માફી માગવાની માગણી કરી હતી. સ્વાતંત્ર્યવીર સાવરકર અંગે નિવેદન કરવા બદલ શિવસેના અને ભાજપના સાંસદોએ સોમવારે પ્લેકાર્ડ લઈને વિરોધ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -