મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ છત્રપતિ શિવાજી મહારાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડે રાજ્યપાલને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે એવી માગણી કરી છે.
ગાયકવાડે જણાવ્યું હતું કે કોશિયારી મરાઠા સામ્રાજ્યના સંસ્થાપકને લઈને ભૂતકાળમાં પણ વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂર્યા છે. છત્રપતિ શિવાજી મહારાજના આદર્શ ક્યારેય જૂના નથી થતાં. તેમની સરખામણી દુનિયાની કોઈપણ મહાન વ્યક્તિ સાથે થઈ શકે તેમ નથી. કેન્દ્ર સરકારને મારો અનુરોધ છે કે એવી વ્યક્તિ જેને રાજયનો ઈતિહાસ ખબર ન હોય તેને રાજ્યપાલ બનાવવા જોઈએ નહીં. આવી વ્યક્તિને બીજે મોકલે.
નોંધનીય છે કે ઔરંગાબાદના એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, આજના વિદ્યાર્થીઓને રાજ્યની બહાર પોતાના આદર્શ શોધવા જવાની જરૂર નથી. છત્રપતિ શિવાજી મહારાજ જૂના થઈ ચૂક્યા છે હાલમાં નીતિન ગડકરી પાસેથી પ્રેરણા લઈ શકાય.
કોશિયારીના આ નિવેદનને કારણે એનસીપી અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાએ આલોચના કરી હતી.