આજે વેલેન્ટાઈન વીકમાં પ્રેમી પંખીડાઓ પ્રોમિસ ડે ઊજવી રહ્યા છે અને આજના આ જ દિવસે બી-ટાઉનના બાબા એટલે સંજુબાબા તેમની 15મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. એટલું જ નહીં સંજુબાબાએ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં તેમની લેડી લવને એનિવર્સરી વિશ કરી હતી.
View this post on Instagram
સંજય દત્તે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. આ એક રોમેન્ટિક મોશન વીડિયો છે અને તેમાં બેકગ્રાઉન્ડમાં સંજુબાબાની સુપરહિટ ફિલ્મ વાસ્તવનું મેરી દુનિયાનું લવ સોન્ગ વાગતું જોવા મળે છે. વેડિંગ એનિવર્સરી પર સંજુબાબાએ માન્યતાને રોમેન્ટિક અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી હતી. વીડિયોમાં માન્યતા સાથેના સંજુબાબાના એકથી ચઢિયાતા એક ફોટો જોવા મળે છે.
રોમેન્ટિક વીડિયોની કેપ્શનમાં પણ સંજુબાબાએ માન્યતા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. કેપ્શનમાં સંજુબાબાએ લખ્યું છે કે મા (માન્યતાનું હુલામણું નામ) આજના સ્પેશિયલ દિવસે હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. તમે મારા જીવનમાં જે ખુશીઓ અને પ્રેમ આપ્યો છે એ અતુલનીય છે. લગ્નની 15મી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા માય બેસ્ટ વાઈફ અને રોકિંગ ફ્રેન્ડ….
સંજુબાબાની બાયોપિક સંજુ કે જેમાં રણબીર કપૂરે સંજુબાબાની ભૂમિકા નિભાવી હતી તેમાં પણ દર્શાવવામાં આવ્યું હતું કે કે સંજુબાબાના મુશ્કેલ સમયમાં માન્યતા જ તેમની સાથે ઊભી રહી હતી. રીલ લાઈફની જેમ રિયલ લાઈફમાં પણ માન્યતાએ સંજુબાબાને હંમેશા જ ટેકો આપ્યો છે. તાજેતરમાં, સંજય દત્તના કેન્સરના સમયગાળા દરમિયાન પણ માન્યતાએ સંજુને ખૂબ જ સાથ આપ્યો હતો. સંજુબાબા અને માન્યતા છેલ્લાં 15 વર્ષથી સુખી લગ્નજીવન જીવી રહ્યા છે.