મુંબઈઃ સમૃદ્ધિ હાઈ-વે પર એક અકસ્માતમાં પાંત્રીસ વર્ષીય માતા અને ચાર વર્ષની બાળકીનું મૃત્યું થયું અને પિતા અને બીજી દીકરીને ગંભીર ઈજા પહોંચી હતી, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ પરિવાર તીર્થયાત્રાથી પાછા ફરી રહ્યો હતો ત્યારે સમૃદ્ધિ હાઈ-વે પરના વાશીમ વિસ્તારમાં હાઇસ્પીડ કેરેજવે સાથે અકસ્માત થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
આ ઘટના મંગળવારે મોડી રાતના અંદાજે બે વાગ્યાના સુમારે ઘટી હતી. મુંબઈ સ્થિત વકીલ અજય જોશી તેના પરિવાર સાથે નાગપુરથી તુલજાપુર જઈ રહ્યા હતા ત્યારે તે અને તેમના પત્ની, બે દીકરીને અકસ્માત થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
પ્રાથમિક અહેવાલ અનુસાર અજય જોશી ગાડી ચલાવતા ચલાવતા અચાનક ઊંઘ આવી ગઈ હશે.તેથી તેમની કાર બીજી લેનમાં જતી રહી હતી અને ઊંધી વળી ગઈ હતી, જેમાં તેમની પત્ની અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જોશી જે બોમ્બે હાઈ કોર્ટમાં વકીલ છે અને બીજી દીકરીની હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. અકસ્માતનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.