મહારાષ્ટ્રઃ નાગપુર-શિર્ડી વચ્ચે 520 કિમીના સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર અકસ્માતોને રોકવા માટે પહેલી જાન્યુઆરીથી પરિવહન વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર આ એક્સપ્રેસ વે પર આજથી સ્પીડ ગન બેસાડવામાં આવશે. એક્સપ્રેસવે ખુલ્લો મુકાતાની સાથે અકસ્માતોની વણઝાર શરુ થઈ ગઈ. 18 દિવસમાં 40થી વધઘુ અકસ્માત આ હાઈવે પર થયા હતા. જેમાં સાતના મૃત્યુ થયા હતા, જ્યારે 33 જણને ગંભીર ઈજા પહોંચી હતી. દરમિયાન પરિવહન વિભાગ દ્વારા સ્પીડ ગન બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને વાહનો માટે 120 કિલોમીટરની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે.