Homeટોપ ન્યૂઝશું દેશમાં ગે લગ્નને માન્યતા મળશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી માંગ્યો જવાબ

શું દેશમાં ગે લગ્નને માન્યતા મળશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી માંગ્યો જવાબ

સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી . આ સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા કરવામાં આવી હતી. દરમિયાન, સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાના મામલાની તપાસ કરવા સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે સમલૈંગિક લગ્નને કાયદેસર કરી શકાય કે નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. એટર્ની જનરલને પણ નોટિસ પાઠવવામાં આવી છે. તમામને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
હૈદરાબાદમાં રહેતા એક સમલૈંગિક યુગલ સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગની જોડી 10 વર્ષથી સાથે છે. તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ગે લગ્નને પણ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લાવવામાં આવે અને LGBTQ+ નાગરિકોને પણ તેમની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર મળવો જોઈએ સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટ પણ આ મામલે સુનાવણી કરી રહી છે. તેના પર એડવોકેટ સંજય કિશન કૌલે કહ્યું કે આ મામલો કેરળ હાઈકોર્ટમાં બે વર્ષથી પેન્ડિંગ છે. તે જનહિતનો વિષય છે કારણ કે તે બંધારણીય અધિકારનો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -