ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ બીમારી વિશે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તે એક બીમારીની ઝપેટમાં આવી ગઇ છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે અને તેણે હોસ્પિટલની એક તસવીર પણ શેર કરી છે.
તેણે જણાવ્યું કે તે છેલ્લા ઘણા મહિનાઓથી બીમારી સામે ઝઝૂમી રહી છે. સામંથાની બીમારીની જાણ ચાહકોને થતાં જ બધા ચિંતામાં પડી ગયા છે. પોસ્ટ પરની ટિપ્પણીઓ દ્વારા, ચાહકોએ તેને ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ આપવાનું શરૂ કર્યું છે.
સામંથા રૂથ પ્રભુએ કેપ્શનમાં લખ્યું, ‘યશોદા ટ્રેલર પર તમારો પ્રતિસાદ જબરજસ્ત હતો. હું તમારી સાથે પ્રેમ અને જોડાણ અનુભવું છું. તમારો પ્રેમ મને જીવનમાં અસંખ્ય પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. થોડા મહિના પહેલા મને ખબર પડી કે મને માયોસાઇટિસ નામની ઓટોઇમ્યુન કંડીશનનું નિદાન થયું છે.
સામંથાએઓ લખ્યું છે કે બીમારીને કારણે તે ઘણી પરેશાન હતી. આ બીમારી જલ્દી ઠીક થઈ જશે અને તેને એટલી તકલીફ નહીં પડે પરંતુ સાજા થવામાં એની ધારણા કરતાં થોડો વધુ સમય લાગી રહ્યો છે. ‘ ડૉક્ટરોને વિશ્વાસ છે કે હું ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈશ. મારા સારા અને માઠા બંને દિવસો ચાલી રહ્યા છે. ક્યારેક હું એટલી હતાશ થઇ જાઉં છું કે મને લાગે છે કે હું એક દિવસ વધારે નહીં ખેંચી શકું, અને યેનકેન રીતે એ દિવસ વીતી જાય છે અને બીજા દિવસે મને લાગે છે કે હું સાજા થવાના એક દિવસ નજીક પહોંચી ગઇ.
માયોસાઇટિસનો અર્થ થાય છે જ્યારે સ્નાયુઓમાં દુખાવો અને સોજો આવે છે. આ રોગને કારણે દર્દીની માંસપેશીઓ નબળી થઇ જાય છે અને ખૂબ દુઃખાવો થાય છે. આ રોગને કારણે શરીરમાં નબળાઈ આવવા લાગે છે અને કેટલાકને ત્વચા પર ફોલ્લીઓ પણ થઈ જાય છે.
View this post on Instagram
“>