સામંથા રૂથ પ્રભુની સસ્પેન્સથી ભરપુર ફિલ્મ યશોદાનું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ઓમ એંટવા ફેમ સામંથાની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી. 11 નવેમ્બર, 2022ના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી સહિત 5 ભાષાઓમાં રિલીઝ થશે. સામંથાના જબરદસ્ત એક્શન અવતારમાં જોઇને ચાહકો આફરીન પોકારી ગયા છે.
2.21 મિનિટના ટ્રેલરમાં સામંથાએ પોતાની લોખંડી એક્ટિંગ પુરવાર કરી બતાવી છે. ટ્રેલરમાં સામંથા ગર્ભવતી મહિલાના રોલમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે. ડૉક્ટર તેને કહે છે કે તે ત્રણ મહિનાની ગર્ભવતી છે. આ સમય દરમિયાન સામંથાને ઘણી વાતો યાદ આવવા લાગે છે. તેને લાગે છે કે તેને કોઅ અનુસરી રહ્યું છે. યશોદાનું ટ્રેલર સસ્પેન્સથી ભરેલું છે. ટ્રેલર જોયા બાદ લોકો સામંથાના વખાણ કરી રહ્યા છે અને ફિલ્મને થિયેટરમાં જોવાની આતુરતાપૂરિવક રાહ જોઇ રહ્યા છે.
યશોદા ફિલ્મનું હિંદી ટ્રેલર બોલીવૂડ અભિનેતા વરુણ ધવને શેર કર્યું છે. તેલુગુ ભાષાનું ટ્રેલર દક્ષિણના અભિનેતા વિજય દેવરાકોંડા અને મલયાલમ ભાષઆનું ટ્રેલર મલયાલમના દુલ્કેર સલમાન દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. સામંથઆની ફિલ્મ 11 નવેમ્બરે સિનેમાઘરમાં રિલીઝ થશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સામંથાની આગામી ફિલ્મ યશોદા ઉપરાંત સામંથા દક્ષિણના અભિનેતા વિજય દેવરાકોંડા સાથે ખુશી ફિલ્મમા ંજોવા મળશે. ભૂતકાળમાં એવા સમાચાર હતા કે તે ટૂંક સમયમાં બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર સાથે જોવા મળવાની છે. તે આયુષ્યમાન ખુરાના સાથએ પણ સ્ક્રીન શેર કરતી જોવા મળશે.