બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અવારનવાર ચર્ચાનું કારણ બનતો હોય છે. જોકે, હાલમાં સલમાન બીજા કારણોને લીધે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ સોશિયલ મીડિયા પર સલમાન સાથે જૂનો ફોટો શેર કરીને જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે.
સોમી અલીએ પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, હવે ઘણુ થશે. મારા શોને ઈન્ડિયામાં બેન કરાવી નાંખ્યો અને વકીલના માધ્યમથી મને ધમકીઓ પણ આપવામાં આવી. જો તમે મને વકીલનો ડર દેખાડશે તો હું પણ મારા રક્ષણમાં 50 વકીલો ઊભા કરી દઈશે. એ બધા મને સિગારેટના ડામથી અને જાતિય શોષણથી બચાવશે, જે તે મારી સાથે વર્ષો સુધી કર્યું હતું.
નોંધનીય છે કે સોમીએ આ પહેલા પણ આવા પ્રકારના આરોપ લગાવ્યા હતાં. સોમી પહેલા સલમાનની ખૂબ મોટી ચાહક હતી, પરંતુ હવે તે સલમાનના દુશ્મનોની લિસ્ટમાં આવી ચૂકી છે. બંનેના પ્રેમસંબંધો લાંબા સમય સુધી ચાલ્યા, પરંતુ બાદમાં બ્રેકઅપ થઈ ગયું હતું. એક ઈન્ટરવ્યૂ દરમિયાન સોમીએ જણાવ્યું કે સલમાને તેને દગો આપ્યો હોવાથી તેની સાથે બ્રેકઅપ કર્યું હતું.