Homeફિલ્મી ફંડાઆજે ભાઈજાનની મુશ્કેલી વધારશે એશ્વર્યા રાય-બચ્ચન?

આજે ભાઈજાનની મુશ્કેલી વધારશે એશ્વર્યા રાય-બચ્ચન?

હેડિંગ વાંચીને તમે ચોક્કસ જ ગુંચવાઈ ગયા હશો કે આખરે આટલા વર્ષો બાદ કેમ બચ્ચન પરિવારની વહુરાણી અને સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ એશ્વર્યા રાય-બચ્ચન તેની મુશ્કેલીઓ વધારશે? તો તમારા આ સવાલનો જવાબ છે કે એશ બેબી સલમાનની મુશ્કેલીઓ બોક્સ ઓફિસ પર વધારી શકે એમ છે.
હાલમાં જ સલમાન ખાન સ્ટારર ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ને શાનદાર ઓપનિંગ મળી હતી અને સલમાનના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પણ આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નહીં. ફિલ્મે પહેલા વીકએન્ડ પર સારી કમાણી કરી હતી, પરંતુ બીજા વીકએન્ડ પર પહોંચતા સુધીમાં ફિલ્મની હાલત બગડી ગઈ હતી. હજી માંડ માંડ ભાઈજાનની ગાડી પાટે ચડી રહી હતી ત્યાં હવે ભાઈજાનને ટક્કર આપવા માટે ઐશ્વર્યા રાય સ્ટારર ‘પોનીયિન સેલવાન 2’ આજે થિયટરમાં રિલીઝ થઈ ગઈ છે.
ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ વિશે વાત કરીએ તો ગુરુવારે આ ફિલ્મ ખાસ કંઈ કમાણી કરી શકી નહોતી, પણ વીકએન્ડ પર સારી કમાણી કર્યા બાદ ફિલ્મ અઠવાડિયાથી ખૂબ જ ધીમી કમાણી કરી રહી છે. સાતમા દિવસે એટલે કે ગુરુવારે ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર, ફિલ્મે માત્ર 3.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મની અત્યાર સુધીની કમાણી 90.15 કરોડ જેટલી જ છે.
ધીમી ગતિએ ફિલ્મ 100 કરોડ ક્લબ તરફ આગળ વધી રહી છે. દરમિયાન, ઐશ્વર્યા રાય સ્ટારર પોનીયિન સેલવાન આજે રિલીઝ થઈ છે. મણિરત્નમના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ફિલ્મનો પહેલો ભાગ સુપર હિટ સાબિત થયો હતો, તેથી ચાહકોને બીજા ભાગથી પણ ખૂબ જ અપેક્ષાઓ છે, પરંતુ આ ફિલ્મને કારણે સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ બોક્સ ઓફિસ પર ઊંધા મોઢે પટકાઈ શકે છે.
કિસી કા ભાઈ કિસી કી જાન વિશ્વભરમાં 4500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. જોકે, ફિલ્મની કમાણી ઘણી ધીમી રહી હતી. હવે ઐશ્વર્યા રાય અભિનીત ફિલ્મ ‘પોનીયિન સેલવાન 2’ 3200 સ્ક્રીન્સ પર પોતાનો જાદુ બતાવવા જઈ રહી છે. પ્રથમ ભાગને જોતા, Ponniyin Selvan 2 પાસેથી પણ ઘણી દર્શકોની ખૂબ જ અપેક્ષાઓ છે. પહેલાં જ દિવસે ફિલ્મને લઈને દર્શકોનો ઘણો સારો રિવ્યુ જોવા મળી રહ્યો છે. આશા છે કે ફિલ્મ પહેલા દિવસે 40 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -