નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટરે ક્રિકેટને અલવિદા કહ્યું એને નવ વર્ષથી વધુ સમય થઈ ગયો છે પણ તેમ છતાં તેની લોકપ્રિયતામાં બિલકુલ ઓટ નથી આવી. હાલમાં જ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં મેદાનમાં ઉતરીને ફરી એક વખત પોતાની બેટિંગથી સચિન તેંડુલકરે ચાહકોના દિલ જિતી લીધા હતા. આજે પણ સચિનનો ફોર્મ જળવાઈ રહ્યો છે એવી ચર્ચા રમતપ્રેમીઓમાં થઈ. સચિન પોતાની રમતની સાથે સાથે જ સતત કંઈકને કંઈક એવું કરતો રહે છે કે જેને કારણે તે ટ્રેન્ડમાં રહે છે. કોઈ વખત કૂકિંગના વીડિયો પોસ્ક કરીને તો કોઈ વખત તદ્દન અનોખી એક્ટિવિટી કરીને. હાલમાં તે માસ્ટર બ્લાસ્ટર થાઈલેન્ડમાં છે અને ત્યાં પણ તે કંઈક નવું શીખવાની ટ્રાય કરી રહ્યો છે જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં સચિન કયાકિંગ સાદા શબ્દોમાં કહેવાનું થાય તો બોટિંગ કરવાનું શીખી રહ્યો છે.
સચિન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે અને તેની પોસ્ટ પણ ખૂબ જ વાઈરલ થતી રહી છે. થાઈલેન્ડમાં વેકેશન પર ગયેલો સચિન બોટિંગ કરતાં પહેલાં બોટિંગ કરતો શીખતો જોવા મળે છે અને જેના જવાબમાં સચિન પણ તેને પ્રશિક્ષણ આપી રહેલી વ્યક્તિને બોટિંગ કરતી વખતે આ રિવર્સ સ્વિંગ કરવા જેવું છે એવું બોલે છે.