Homeટોપ ન્યૂઝરશિયા-યુએસની કોલ્ડ વોરની અસર અર્થતંત્ર પર વર્તાઇ શકે: આરબીઆઇ

રશિયા-યુએસની કોલ્ડ વોરની અસર અર્થતંત્ર પર વર્તાઇ શકે: આરબીઆઇ

મુંબઇ: મોંઘવારી વૈશ્ર્વિક સ્તરે હજુ યથાવત રહી છે આ ઉપરાંત રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ તથા યુએસ અને રશિયા વચ્ચેની કોલ્ડ વોરની અસર પણ અર્થતંત્ર પર જોવા મળી શકે છે, એવી આશંકા આરબીઆઇએ વ્યકત કરી છે.
હાલ ફુગાવામાં ઝડપી રાહતની સંભાવના ઓછી હોવાનેે પરિણામે વ્યાજદરમાં વધારો અટકી શકે તેવી સંભાવના ઘટી છે. વિશ્ર્વભરમાં ચાલી રહેલી અનિશ્ર્ચિતતાના દોરને કારણે મોંઘવારી સામે આરબીઆઈની લડાઈને જટિલ બની રહી છે.
અગાઉના અંદાજોની સરખામણીમાં અર્થતંત્રમાં થોડી મંદી અંગે સામાન્ય સહમતિ છે. પરંતુ ભૌગોલિક અસમાનતાઓ આગાહીને જટિલ બનાવે છે. વર્તમાન પરિસ્થિતિમાં વિશ્ર્વમાં ફુગાવાનો દૃષ્ટિકોણ પહેલા કરતાં વધુ અનિશ્ર્ચિત બન્યો હોવાનો અભિપ્રાય ડેપ્યુટી ગવર્નર માઈકલ દેબબ્રત પાત્રાએ છથી આઠ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠકમાં વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -