મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અટકીને નીકળેલી નવેસરથી લેવાલીને ટેકે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૩૯ પૈસાના ઉછાળા સાથે ૮૧.૩૦ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૬૯ના બંધ સામે નરમાઈના ટોને ૮૧.૭૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર નીચામાં ૮૧.૮૨ અને ઉપરમાં ૮૧.૨૪ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૩૯ પૈસાના સુધારા સાથે ૮૧.૩૦ના મથાળે બંધ રહ્યો હતો.