મુંબઇ: વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો ૩૪ પૈસાના ઘટાડા સાથે ૮૧.૨૫ બોલાયો હતો. જ્યારે સોનાચાંદીની ચમકમાં સહેજ વધારો થયો હતો. ઝવેરી બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૫૨,૮૨૩ના પાછલા બંધ સામે રૂ. ૨૭૧ના સુધારા સાથે રૂ.૫૩૦૯૪ની સપાટીએ પહોંચ્યું હતું.
જ્યારે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૨,૬૧૧ના પાછલા બંધ સામે રૂ. ૨૭૦ના સુધારા સાથે રૂ. ૫૨,૮૮૧ની સપાટીએ સ્થિર થયું હતું. હાજર ચાંદી રૂ. ૬૨,૨૭૦ના પાછલા બંધ સામે રૂ. ૬૧,૭૮૪ના સ્તરે ખૂલીને કિલોએ રૂ. ૩૨૪ના સુધારા સાથે રૂ. ૬૨,૫૯૪ જોેવાઇ હતી.