એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ પોતાની સફળતાનો નવો ઈતિહાસ લખી રહી છે. અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીતનારી આ ફિલ્મે હવે દુનિયાભરની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ લિસ્ટમાં ‘RRR’એ ટોમ ક્રૂઝની ‘ટોપ ગન: મેવેરિક’ને પાછળ છોડી દીધી છે.
જુનિયર એનટીઆર અને રામ ચરન અભિનીત ‘RRR’ એ બ્રિટિશ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના સાઈટ એન્ડ સાઉન્ડ મેગેઝિને 2022ની 50 શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં નવમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બીજી તરફ ટોમ ક્રૂઝની ‘ટોપ ગન: મેવેરિક’ને આ યાદીમાં 38મું સ્થાન મળ્યું છે. શૌનક સેનની ડોક્યુમેન્ટ્રી ‘ઓલ ધ્સ બ્રીડ્સ’ પણ આ યાદીમાં સામેલ છે. ‘ઓલ ધેટ બ્રીડ્સ’એ 32મું સ્થાન મેળવ્યું.
બ્રિટિશ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટનું સાઈટ એન્ડ સાઉન્ડ મેગેઝિન દર વર્ષે વિશ્વની ટોચની 50 ફિલ્મોની યાદી બહાર પાડે છે. આ યાદીમાં શાર્લોટ વેલ્સની દિગ્દર્શિત ડેબ્યૂ ફિલ્મ ‘આફ્ટર સન’ને પ્રથમ સ્થાન મળ્યું છે.