દક્ષીણ ભારતની ફિલ્મ RRR એ ‘ગોલ્ડન ગ્લોબ 2023’ ઈતિહાસ રચ્યો છે. ફિલ્મના જાણીતા ગીત ‘નાટુ નાટુ’ને 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો છે. ‘નાટુ નાટુ’ ગીત સંગીતકાર એમએમ કીરાવાણીએ કમ્પોઝ કર્યું છે. આ એવોર્ડ જીતી એમએમ કીરાવાણીએ દેશનું નામ રોશન કરી દીધું છે.
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— RRR Movie (@RRRMovie) January 11, 2023
“>
એમએમ કીરાવાણી દક્ષિણ ભારતની સિનેમાના દિગ્ગજ મ્યુઝીક ડાયરેક્ટરમાંના એક છે. તેમનું આખું નામ કોડુરી મરાકથામણિ કીરાવાણી છે. આંધ્રપ્રદેશના આ સંગીત દિગ્દર્શકને દુનિયા હવે એમએમ કીરાવાણીના નામથી ઓળખે છે. એમએમ કીરાવાણીએ તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાની અઢળક ફિલ્મોમાં સંગીત આપ્યું છે. RRRના ‘નાટુ નાટુ’ ગીતને કારણે તેમણે ભારતીય ફિલ્મ સંગીતનો દુનિયા ભરમાં ડંકો વગાડી દીધો છે.
MM Keeravaani’s #GoldenGlobes2023 acceptance Speech!! ❤️🔥❤️🔥 #RRRMovie #NaatuNaatu pic.twitter.com/9q7DY7Pn5G
— RRR Movie (@RRRMovie) January 11, 2023
“>
એસ એસ રાજામૌલીની રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ ‘RRR’ ગયા વર્ષે માર્ચમાં સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અને ફિલ્મે વૈશ્વિક બોક્સ ઓફિસ ધમાકેદાર પરફોર્મન્સ કર્યું છે, ફિલ્મે 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. 80માં ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ’માં RRRને સ્થાન મળ્યું છે, ફિલ્મની આખી ટીમ એવોર્ડ સમારોહમાં પહોંચી ગઈ છે.