રોજ બરોજ – અભિમન્યુ મોદી
શરીર વિજ્ઞાન અથવા તબીબી ક્ષેત્રને આપવામાં આવતા નોબેલ પ્રાઈઝ કેટેગરીમાં ૨૦૧૭માં અમેરિકી વૈજ્ઞાનિકો જેફરી સી. હોલ, માઈકલ રોસબાશ અને માઈકલ વી.યંગની ત્રિપુટીને આપવામાં આવ્યા હતા. એ વખતે પત્રકારો તેમની ટીકા કરતા હતા પરંતુ તેમનું સંશોધન હવે અભ્યાસનું પ્રથમ બિંદુ બન્યું છે. બે વર્ષમાં ડઝનેક સેલેબ્સ હૃદયરોગના કારણે દિવંગત બની ગયા. અભિનેતાને ખીલ્લી પણ વાગે તો ફ્રન્ટપેજ પર છપાઈ પરંતુ સામાન્ય માનવીનું શું? છેલ્લા ૬ માસમાં નાચતા-કુદતા-હંસતા-રમતા લોકોને અચાનક હાર્ટ એટેક આવ્યો અને પળવારમાં જ તેઓ ઢળી પડ્યા તેવા કિસ્સાઓથી અખબારના પાના ઉભરાઈ રહ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ બિહારમાં એક નવોઢાને સાઇકલ ચલાવતા-ચલાવતા એટેક આવ્યો અને તેણે જિંદગી ગુમાવી દીધી. અચાનક હૃદયરોગને સાઈલેન્ટ કિલર બન્યો કઈ રીતે? જેફરી,માઈકલ અને યંગની ત્રિપુટીએ ચમત્કાર કહી શકાય એ હદની માનવ રચનાના બહુ જ સુક્ષ્મ સ્તર સુધી જઈને તેઓએ કામ કર્યું છે. તેમણે જિનેટિક્સ એન્જિનિયરિંગની મદદથી માનવ શરીરમાંથી એક એવા સુક્ષ્મ આનુવંશિક ઘટકની ઓળખ કરી બતાવી છે જે શરીરના તમામ રોજબરોજના સામાન્ય જૈવિક આવર્તન, હલનચલન, ક્રિયા-પ્રતિક્રિયા અને અસ્તિત્વનું જીવંતતા સુધી સંપૂર્ણ નિયંત્રણ સંભાળે છે. ત્રિપુટીના મતે હૃદયરોગનું વધતું પ્રમાણ કોરોના છે.! આ વૈજ્ઞાનિકોએ તો ત્યાં સુધી કહ્યું છે કે માત્ર હૃદયરોગ જ નહીં, લ્યુકેમિયા અને કીડનીના રોગથી પણ મૃત્ય આંક વધી રહ્યો છે. કોરોનાએ માણસની જીવનશૈલીને ખોરવી નાંખી છે અને તેના પ્રતાપે રોગને બુસ્ટર ડોઝ મળ્યો હોવાનું વૈજ્ઞાનિકોનું તારણ છે.
આ તારણ પર ચિંતન કરવું આવશ્યક છે. ખરેખર કોરોનાના આગમન બાદ બીમારીઓને શક્તિ વધી છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે. અત્યારે કોરોનાએ ભલે તેના છેલ્લા શ્ર્વાસો ગણવાનું શરૂ કરી દીધું હોય, પરંતુ કોરોનાની આડઅસરથી લોકો મુક્ત નથી. જે લોકો કોરોના પ્રભાવિત દ્વારા બંને રસીના બૂસ્ટર ડોઝ મેળવી ચૂક્યા છે તેમણે પણ આ આડઅસરો થઈ રહી છે. અચાનક હાર્ટ એટેક, માથાનો દુખાવો, વધુ પડતું બાથરૂમ જવું, ડાયાબિટીસ ઘટવું વગેરે આડઅસરો લોકો અનુભવી રહ્યા છે અને આડઅસરને કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તાજેતરના અભ્યાસથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાની અસર ગમે ત્યારે જલ્દી જતી નથી. હકીકતમાં કોરોનાની આડઅસર હવે ઝડપથી સામે આવી રહી છે. કોરોના પછી અચાનક કાર્ડિયાક અરેસ્ટના કેસમાં ઝડપથી વધારો થયો છે, તો બીજી તરફ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાના સંપર્કમાં આવેલા લોકોમાં યાદશક્તિમાં ઘટાડો અથવા મૂંઝવણ પણ જોવા મળે છે. જો કે એવું માનવામાં આવતું હતું કે કોરોનાની અસર ફેફ્સાં પર ઝડપથી વધી રહેલા ચેપ તરીકે જોવામાં આવી રહી છે અને તેના કારણે મોટાભાગે કોરોનાથી મૃત્યુ થયા છે, પરંતુ ભૂતકાળમાં નાની ઉંમરે સાયલન્ટ એટેકના જે કિસ્સાઓ સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે.
હૃદયરોગ દર્દીને કે સગાંવહાલાંને મારે નહીં તો પણ તે પૈસે ટકે માંદા પાડે છે. દક્ષિણ-ભારતમાં તો હૃદયરોગના ઉપચારનો જબ્બર ધંધો ખીલ્યો છે. હૃદયરોગના હુમલા પછી જે એન્જિઓપ્લાસ્ટી થાય છે એટલે કે હૃદયને લોહી પૂરું પાડતી નસ સંકોચાઈ જાય છે અમેરિકામાં તેનું ઓપરેશન ૫૦,૦૦૦ ડોલરમાં એટલે કે સવા બે કરોડ રૂપિયામાં થાય છે. એ જ ઓપરેશન બેંગલોરમાં ૯૦૦૦ ડોલરમાં કરનારી ધંધાદારી હૉસ્પિટલો ઊભી થઈ છે. ૯૦૦૦ ડોલર એટલે કે લગભગ રૂપિયા સવા ચાર લાખ. લાન્સેટ’ નામના વિજ્ઞાનના મેગેઝિને નવું સંશોધન કર્યું તેમાં આગાહી કરી હતી કે જગતમાં જે હૃદયરોગનો વ્યાપ થશે તેમાં ૬૦ ટકા દર્દી ભારતમાં હશે. હૃદયરોગથી જે મરે છે તે કોરોનરી આર્ટરી ડિસિઝથી મરે છે. માત્ર હૃદયરોગની બીજી અનેક ગૂંચવણો છે તેમાં બોડીક્લોક પણ જવાબદાર છે.
માનવીની તમામ શારીરિક ક્રિયાઓ અને વ્યવહારોમાં મોટાભાગનું વર્તન બોડીક્લોકથી નક્કી થાય છે. સામાન્ય નાગરિકનો અનુભવ એવો છે કે જેની બોડીક્લોક વ્યવસ્થિત હોય તેઓ ધારે ત્યારે વહેલા ઊઠી શકે છે, એમણે એલાર્મ મૂકવાની જરૂર નથી. મનુષ્યના મૂડ-મિજાજમાં જે દરરોજ ચડાવ-ઉતાર હોય છે અને નિત્ય પ્રાત:કાળે શરીર તાજગી અને સ્ફૂર્તિ સાથે નવા દિવસ માટે કામકાજની શરૂઆત કરે છે બોડી ક્લોકમાં કંઈપણ અરાજકતા સર્જાય તો એનો સંકેત પ્રથમ તો યાદશક્તિ ઝાંખી થવાથી અનુભવાય છે પરંતુ ધ્યાન ન આપવામાં આવે તો એનો દુષ્પ્રભાવ મધુપ્રમેહ, હૃદયરોગ જેવી અનેક ગંભીર બીમારીઓને નિમંત્રણ આપે છે.
જે મનુષ્યો પ્રકૃતિના લય સાથે જિંદગીની ગતિવિધિનો તાલમેલ સિદ્ધ કરી શકતા નથી એમને માટે આ બધા જોખમો વધુ રહે છે. હવેના યુગમાં પ્રાકૃતિક તાલમેલ આસાન તો નથી. પ્રકૃતિની જૈવિક ઘડિયાળ ભલે આપણને દેખાતી નથી પરંતુ એ પોતાનું કામ નિરંતર એટલે કે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી કરતી રહે છે. આ પ્રાકૃતિક ઘડિયાળ જ શરીરમાં સવાર, બપોર, સાંજ અને રાત્રિના અનિવાર્ય એવા પરિવર્તનો કરાવે છે જે તમામ જીવસૃષ્ટિમાં પણ એમ જ કરે છે. આજનો મનુષ્ય સમગ્ર જીવસૃષ્ટિ સૂર્યોદય પહેલા જાગી જાય છે અને દિનચર્યામાં પ્રવૃત્ત થઈ જાય છે પરંતુ એક મનુષ્ય જ છે કે મહદંશે ૮૦ ટકા લોકો સૂર્યોદય પછી જાગે છે.
જો કે આ જ વાત જુદી જુદી રીતે ભારતીય શાસ્ત્રોએ કહી છે પરંતુ એ હવે પ્રજાને યાદ તો નથી, કોઈ યાદ કરાવે તો એનું પાલન કરવામાં પણ રસ નથી. બે-પાંચ ટકા સારા માણસો તો પૃથ્વીના દરેક છેડે મળી આવે પણ એનાથી આખી માનવજાત ઉગરી શકે એમ નથી. મનુષ્યની જૈવિક ઘડિયાળ એટલે કે બોડી ક્લોક હવે ખોટકાઈ જવાની તૈયારીમાં છે. કારણ કે દોડધામભરી જિંદગીમાં એના પ્રથમ સો અગ્રતાક્રમોમાં પણ ક્યાંય બોડીક્લોકને જાળવવાનું તો નામોનિશાન કે ભાનશાન જોવા મળતા નથી.એ જ કારણ છે કે ઉત્પાત, ઉદ્દવેગ, મૂર્ખતાપૂર્ણ ઘમંડ, મનોરોગ અને બકવાસનો મનુષ્ય શિકાર બની રહ્યા છે. જે સૂક્ષ્મ એક જ આનુવંશિક ઘટક શરીરને વ્યાવહારિક રીતે પ્રવૃત્ત રાખીને નિયંત્રિત કરે છે તે તરફનું દુર્લક્ષ હવે આળસ, અપચો, નિરાશા, ક્રોધ વગેરેને લઈ આવે છે.
ભારતમાં કોરોના આવ્યો અને ગાયબ થયો એ સમય ગાળામાં બુદ્ધિજીવીઓએ કોરોનાના લક્ષણોને ગણકાર્યા નહીં ઉપરાંત સાવચેતી રાખનારને પણ એવું જ કહ્યું કે આમાં તો બે-ત્રણ દિવસ તાવ અને શરદી હોય છે. ખરેખર એવું નથી. આ બહુ જ ખતરનાક અને ઘાતક રોગચાળો છે અને હવે જો ધ્યાન આપવામાં નહિ આવે તો આગામી લહેર ભીષણ સ્થિતિ લઈને આવશે. ચીન અત્યારે કોરોનાની ચુંગલમાં ફસાઈ ગયું છે. લોકો ટપોટપ મરે છે અને જિનપિંગ માસ્ક પહેરીને પોતાની નાલોશીને છુપાવે છે. વેક્સિનના ત્રણ ડોઝ લીધેલા સિદ્ધાર્થ શુક્લાને પણ હૃદયરોગ ભરખી ગયો છતાં ભારતમાં બુસ્ટર ડોઝ લઈને ફરતા લોકો પોતાને અમરત્વ પામી લીધું હોય તેમ બેદરકાર બનીને ફરે છે.
શરીર તંદુરસ્ત હોય તો જ જીવનનો સાચો આનંદ માણી શકાય એ સનાતન સત્ય છે પણ ફિટનેસની ઘેલછા જીવ લઈ લે એ સારી વાત નથી. માણસના શરીરને લગતો એક સનાતન સિધ્ધાંત છે કે, કોઈપણ ચીજ કે પ્રવૃત્તિનો અતિરેક સારો નહીં. એ શરીરને ખતમ કરી નાંખે. કસરતની બાબતમાં પણ આ વાત સાવ સાચી છે. વધારે પડતી કસરતથી વધારે ફિટ રહેવાય એવા ભ્રમમાં રહેવું પણ ભારે પડી શકે ને જીંદગીથી હાથ ધોવા પડી શકે. આ લોકો તો સેલિબ્રિટી હતા તેથી તેમના મોતની મીડિયામાં નોંધ લેવાઈ, લોકોને ખબર પડી પણ કેટલાય યુવાનો એવા હશે કે જેમને આ રીતે જ બોડી બિલ્ડરની ઘેલછા હશે. મસલ્સ બનાવવા કે ચરબી ઓગાળવા કલાકો લગી જીમમાં વર્કઆઉટ કર્યા કરતા હશે ને મોતને ભેટતા હશે. તેમના પોતાના પરિવાર સિવાય કોઈ તેમના અકાળે થયેલા મોતની નોંધ પણ નહીં લેતું હોય. પરંતુ આવી જાગૃતિ ક્યારેય ભારતમાં આવશે? ઉ