બોલીવૂડમાં ‘હીટ મશીન’થી જાણીતા ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીને આ વખતે બોક્સ ઓફિસ પર મોટો ફટકો પડી શકે છે, કારણ કે રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ સર્કસનું બોક્સ ઓફિસ પરનું સરેરાશ કલેક્શન અપેક્ષા પ્રમાણે થયું નથી. એટલે દર્શકોને આ પસંદ ફિલ્મ પસંદ નહીં પડતા રોહિત શેટ્ટી લોકોથી વધુ નિરાશ થયા છે. તહેવારોની સાથે રવિવારે જાહેર રજાના દિવસે કોમેડી ફિલ્મ ચાલી નહોતી. અલબત્ત, ક્રિસમસ ૨૦૨૨ ફ્રેસ્ટિવલ સિઝનમાં સર્કસ ફિલ્મ ધૂમ મચાવશે એવી આશા હતી પણ એ ઠગારી નીવડી છે. કહેવાય છે કે પહેલા દિવસે આ ફિલ્મનું રુપિયા 6.25 કરોડનું કલેક્શન થયું હતું પણ બીજા દિવસે ૬.40 કરોડનું કલેક્શન કર્યુ છે અને ત્રીજા દિવસે સારી કમાણી કરી શકી નથી એવા અહેવાલ છે. ફ્રેસ્ટિવલ સિઝનમાં મોટા કલેક્શનની આશા હતી પણ એ હિસાબે ફિલ્મનું કલેક્શન અપેક્ષા પ્રમાણે થયું નથી.
એના અગાઉ રિલીઝ થયેલી અવાતર ટૂએ લગભગ 250 કરોડના બમ્પર ક્લેક્શન કર્યું હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને વરુણ શર્મા લીડ રોલમાં નજરે જોવા મળ્યા છે. પૂજા હેગડે, જોની લીવર, જેક્લીન ફર્નાન્ડીસ, વરુણ શર્મા, સંજય મીશ્રા, મુકેશ તિવારી, બ્રિજેશ હિરજી, સિદ્ધાર્થ જાધવ, વિજય પાટકર, સુલભા આર્યા,અનિલ ચરણજીત, અશ્વિની કાળશેકર, મુરલી શર્મા, ટીકુ તલસાનિયા સહિત અન્ય અભિનેતાએ ભાગ લીધો છે, પરંતુ આ બધા કલાકારો પણ બોક્સ ઓફિસ લોકોને પસંદ પડ્યા નથી.