મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો આજે 36મો જન્મદિવસ છે. રોહિત શર્માના જન્મદિવસ પર મુંબઈ ઈન્ડિયન્સ IPL ઈતિહાસની 1000મી મેચ રમશે, એટલે કે IPLની 1000મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે.
રોહિત શર્માએ તેના જન્મદિવસના એક દિવસ પહેલા જન્મદિવસની પાર્ટી આપી હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના ઘણા ખેલાડીઓ જોવા મળ્યા હતા. તમામ ખેલાડીઓ પાર્ટીમાં સ્ટાઇલિશ લુકમાં પહોંચ્યા હતા. રોહિત શર્માના જન્મદિવસના અવસર પર તેમની પત્ની રિતિકા સાજદેહ તેની સાથે જોવા મળી હતી. ગ્રીન અને બ્લેક વન પીસમાં રિતિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રોહિત શર્માએ મુંબઈની એક લક્ઝુરિયસ રેસ્ટોરન્ટમાં પોતાના જન્મદિવસની પાર્ટી આપી હતી. જેમાં ટીમના કોચિંગ સ્ટાફથી લઈને ટીમના તમામ ખેલાડીઓ પહોંચ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક આકાશ અંબાણી પણ જન્મદિવસની પાર્ટીમાં સામેલ થયા હતા. IPLની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરનાર હરભજન સિંહ પણ આ પાર્ટીમાં જોવા મળ્યા હતા. તેમણે બ્લેક ઓવરસાઈઝનું ટી-શર્ટ પહેર્યું હતું.

રોહિત શર્માનો જન્મ 30 એપ્રિલ 1987ના રોજ નાગપુરના બંસોડમાં થયો હતો. તેમની માતા વિશાખાપટ્ટનમના છે. રોહિત શર્મા તેમના દાદા અને કાકા સાથે રહેતા હતા, કારણ કે તેમના પિતા ડોમ્બિવલીમાં એક નાની રૂમમાં રહેતા હતા. રોહિત માત્ર સપ્તાહના અંતે જ તેમની મુલાકાત લેતો હતો. રોહિતના કાકાએ તેમને ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં મદદ કરી હતી.
રોહિત શર્માએ 2007માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 2007માં ODI અને T20 અને છ વર્ષ પછી 2013માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. રોહિત શર્મા હાલમાં ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કપ્તાની સંભાળી રહ્યા છે. તેમણે 49 ટેસ્ટ, 243 ODI અને 148 T20 મેચ રમી છે. આ સાથે રોહિત શર્મા IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની પ