વડોદરામાં રૂ. 2.35 કરોડની કિંમતના સોનાના દાગીનાની લૂંટ કરી બે વર્ષથી ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી લૂંટનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનની કાર્યવાહીમાં આરોપી મનોજ સિંધીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વડોદરા શહેરમાં આવેલ આંગડીયા અને સોનાની દુકાનોમાં જે લોકો પૈસા કે ઘરેણા લઇ નીકળતા તેને ટાર્ગેટ કરી લૂંટવાનું કાવતરું કરતો હતો. તેણે બે વર્ષ પહેલાં કારનો કાચ તોડી પાછલી ડેકીનો દરવાજો ખોલી બે સોનાના દાગીના ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.