ગ્રેટર નોઈડાના બાદલપુર કોતવલી વિસ્તારમાં જીટી રોડ પર હીરો મોટર્સ કંપની સામે રોડ ક્રોસ કરી રહેલાં કર્મચારીઓને રોડવેઝ ડેપોની બસે ટક્કર મારી હતી. ચાર કર્મચારીઓના મૃત્યુ થયા હતા.
આ અકસ્માત ગ્રેટર નોઈડામાં થયો હતો. રોડવેઝ બસે રસ્તો ક્રોસ કરી રહેલા કંપનીના કર્મચારીઓને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ચાર કર્મચારીઓના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
માહિતી અનુસાર, બાદલપુર કોતવલી વિસ્તારમાં જીટી રોડ પર હીરો મોટર્સ કંપની સામે રોડ ક્રોસ કરતા કર્મચારીઓને રોડવેઝ ડેપોની બસે અડફેટે લીધા હતા, આ અથડામણમાં ચાર કર્મચારીઓના મૃત્યુ થયા હતા અને ત્રણ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. જીટી રોડ સ્થિત હીરો મોટર્સ કંપનીના કર્મચારીઓ બુધવારે રાતે સાડદસ વાગ્યાની આસપાસ શિફ્ટ પૂરી કરીને જઈ રહ્યા હતા એ સમયે આ અકસ્માત થયો હતો
તે જ સમયે,
અકસ્માતનો ભોગ બનનાર કર્મચારીઓમાં સંકેશ્વર કુમાર દાસ, મોહી કુમાર, સતીશ, ગોપાલ, અનુજ, ધર્મવીર અને સંદીપનો સમાવેશ થાય છે. આ સાત કર્મચારીઓમાંથી ચરના મૃત્યુ થયા હતા જ્યારે અન્ય ત્રણને ઈજા પહોંચી હતી.