ભારતીય ક્રિકેટના કેપ્ટન કૂલ ગણાતા મહેન્દ્ર સિંહ ધોનીએ તેમની આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 90 ટેસ્ટ મેચ, 350 વન ડે અને 98 T20I મેચ રમી છે. કેપ્ટન કૂલના દુનિયાભરમાં કરોડો ફેન્સ છે. ધોનીએ ટીમ ઇન્ડિયાને અનેક મેચમાં વિજય અપાવ્યો છે અને એટલે જ કદાચ વિશ્વભરમાં તેને ફિનિશર તરીકે ઓળખવામાં આવે છે.
વૈશ્વિક ક્રિકેટમાં કેપ્ટન કૂલનો દબદબો છે. ધોનીએ ભારતને ટી-20, વન-ડે વર્લ્ડ કપ જીતાડી આપ્યા છે. એ ઉપરાંત ધોનીએ દેશને ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતાડી આપી છે. આ ઉપરાંત આઇપીએલ મેચોમાં પણ ધોનીનો અને તેમની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સનો દબદબો છે. આઇપીએલ 2020માં રાજસ્થાન સામે રમતી વખતે છેલ્લી ઓવરમાં ધોનીએ મારેલી સિક્સ સીધી મેદાનની બહાર ગઇ હતી. જે જગ્યાએ બોલ પડ્યો એ જગ્યાને ગુગલ મેમ્સે ધઓની સિક્સ એવું નામ આપ્યું હતું. રિપોર્ટ અનુસાર ધઓનીએ સિક્સર ફટકારી એ પહેલા આ રોડનું કોઇ નામ નહોતું, પરંતુ ધોનીએ સિક્સર ફટકાર્યા બાદ આ રોડનું નામ ધોની સિક્સ રાખવામાં આવ્યું છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય કરિયરમાં 359 સિક્સર ફટકારી છે અને 1486 ચોક્કા માર્યા છે.
એ ઉપરાંત રમતના મેદાન પર રનિંગ બિટ્વિન ધ વિકેટમાં પણ ધોનીનો જોટો જડે તેમ નથી. ભારતનો ભૂતપૂર્વ કેપ્ટન ધોની હાલમાં આઇપીએલ 2023ની તૈયારી કરી રહ્યો છે. ગયા વર્ષે ધોનીની ટીમનું પ્રદર્શન અત્યંત કંગાળ હતું. આ વર્ષે ચેન્નાઇની ટીમ આઇપીએલનું ટાઇટલ જીતવા જ મેદાનમાં ઉતરશે. ધોની રોજ પોતાના શરીરની સ્ફુર્તિ માટે રેગ્યુલર જીમ અને વેજીટેબલ્સ પર ભાર આપી આરોગ્યની કાળજી રાખે છે. ધોનીએ એની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 90 ટેસ્ટ મેચ, 350 વન-ડે અને 98 ટી-20 મેચ રમી છે. ધોનીએ ટેસ્ટમાં 4,876, વન-ડેમાં 10,773 અને ટી-20માં 1617 રન બનાવ્યા છે.