ભારતના સ્ટાર વિકેટકીપર-બેટર ઋષભ પંતને વધુ સારવાર માટે બુધવારે રાતના મુંબઈ લાવવામાં આવ્યો હતો તથા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાંં લઈ જવામાં આવ્યો છે,એમ વર્તુળો જણાવ્યું હતું. ઋષભ પંતને દેહરાદુનથી મુંબઈ લાવવા માટે ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં તેને દહેરાદૂનથી એરલિફટ્ કરવામાં આવ્યો હતો તથા મુંબઈમાં તેને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
ભારતીય વિકેટ કીપર ઋષભ પંતનો 30 ડિસેમ્બરના રોજ કાર અકસ્માતમાં ગંભીર ધવાયો હતો, તેથી તેની વધુ સારવાર માટે મુંબઈ લઈ આવ્યા છે.