ઉત્તરપ્રદેશઃ ભારતીય વિકેટકિપર-બેટ્સમેન ઋષભ પંતની કારને શુક્રવારે સવારે અકસ્માત નડ્યો જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. દિલ્હી દહેરાદૂન હાઈવે આ અકસ્માત થયો હતો. જોકે, આ અકસ્માત બાદ ઉત્તર પ્રદેશની ટ્રાફિક પોલીસ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ખુલાસામાં ટ્રાફિક પોલીસ દ્વારા એવો દાવો કરવામાં આરી રહ્યો છે કે ઋષભ પંતની કાર પર ઓવરસ્પિડિંગ માટે પહેલાં પણ બે વખત ચલાન કાપવામાં આવ્યા છે. આ જ વર્ષે 22મી ફેબ્રુઆરીના રાતના સાડા અગિયાર વાગ્યે અને ત્યાર બાદ 25મી મેના સાંજે પાંચ વાગ્યે એમ બે વખત સ્પીડ લિમિટના નિયમનો ભંગ કર્યો હતો. બંને વખત તેને રુપિયા 2000-2000ના ચલાન મોકલવામાં આવ્યા છે, પણ હજી સુધી આ દંડની રકમ ભરાઈ નથી. એટલું જ નહીં આ ફાઈનની રકમ ભરવા માટે ઋષભ પંતને નોટિસ પણ મોકલવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત પહેલાં પણ ઋષભ પંતની કાર ફૂલ સ્પીડમાં હોવાનું 14 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે.
ઋષભ પંત માટે મસીહા બનીને આવી આ વ્યક્તિઃ
અકસ્માત વખતે ઋષભની કારની પાછળ હરિયાણા રોડવેઝની બસ આવી રહી હતી અને આ બસના ડ્રાઈવર સુશીકુમાર અને કંડક્ટરને કારણે ઋષભ પંતનો જીવ બચી ગયો હતો. સુશીલ અને કંડક્ટરે એક્સિડન્ટ જોઈને તાત્કાલિક 112 નંબર પર ફોન કર્યો હતો અને તાત્કાલિક મદદ મંગાવી હતી. જોકે, બીજી બાજુ સુશીલ કુમાર દ્વારા એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તેમણે જ ઋષભ પંતને કારમાંથી બહાર કાઢીને ચાદરમાં લપેટીને હોસ્પિટલ ભેગા કર્યા હતા. જોકે, એ વખતે તેમને અંદાજો નહોતો કે તે ફેમસ ક્રિકેટર ઋષભ પંત છે.
ઊર્વશી રોટેલાએ અકમસ્માત બાદ સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યું હતું જેમાં,તેણે લખેલુ હતું,પ્રેયિંગ