Homeઆમચી મુંબઈદિલ્લી – મુબંઇમાં કોરોના પોઝીટિવ દર્દીઓની વધતી સંખ્યા ચિંતાજનક

દિલ્લી – મુબંઇમાં કોરોના પોઝીટિવ દર્દીઓની વધતી સંખ્યા ચિંતાજનક

દેશના અનેક રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. દિલ્લી અને મુંબઇ જેવા મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાએ આરોગ્ય મંત્રાલની ચિંતામાં વધારો કર્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવાની સૂચના આપાવમાં આવી છે. સાથે સાથે ભીડવાળા સ્થળોએ જવાનું ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે. દિલ્લી અને મુંબઇના છેલ્લાં 10 દિવસના આંકડાઓ પરથી કોરોના ખૂબ જ ગતીથી વધતો હોવાનું જણાઇ રહ્યું છે.
છેલ્લા દસ દિવસમાં મુંબઇમાં કોરોનાના લગભગ રોજના 100 દર્દી નોંધાઇ રહ્યાં છે. 3 એપ્રિલના રોજ દેશની આર્થિક રાજધાનીમાં 75 નવા દર્દીઓની નોંધ થઇ હતી. તે પહેલાં 2 એપ્રિલના રોજ 172 નવા દર્દીઓ નોંધાયા હતાં.
આ સાથે દિલ્લીમાં પણ કોરોનાએ પગપસેરો કર્યો છે. અહીંથી મળાતાં આંકડા હજી ભયજનક છે. દિલ્લીમાં રોજના 400થી વધુ કેસ નોંધાય છે. 3 એપ્રિલના રોજ દિલ્લીમાં નવા 293 કેસ નોંધાયા હતાં. તે પહેલાં બીજી એપ્રિલના રોજ 429 નવા દર્દીઓ નોંધાયા હતા. આમ છતાં દિલ્લીના બજારોમાં હજારોની ભીડ જોવા મળે છે.
બીજી બાજુ કોરોનાના વધતાં કેસ સામે તજગ્નોનું માનવું છે કે કોરોનાનો વધતો પ્રભાવ જોઇને ડરી જવાની જરુર નથી. જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેમણે ખાસ ખ્યાલ રાખવો. જ્યાં સુધી કોરોનાનો નવો કોઇ વેરિયન્ટ આવતો નથી કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થતો નથી કે કોઇ ગંભીર લક્ષણો દર્દીમાં દેખાતા નથી ત્યાં સુધી ચિંતા કરવાની જરુર નથી. પણ કાળજી લેવી જરુરી છે. સાવધાન રહેવું પણ આવશ્યક છે.

કોરોનાના છેલ્લાં દસ દિવસના મુંબઇ અને દિલ્લીના આંકડા

તારીખ મુંબઇ દિલ્લી
3 એપ્રિલ 75 293
2 એપ્રિલ 172 429
1 એપ્રિલ 189 416
31 માર્ચ 177 આંકડા જાહેર થયાં નહતાં.
30 માર્ચ 192 295
29 માર્ચ 139 300
28 માર્ચ 135 214
27 માર્ચ 66 115
26 માર્ચ 123 153
25 માર્ચ 105 139

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -