બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સમર્થકોએ બળવો કર્યો છે.ચૂંટણીમાં બોલ્સોનારોની હારને તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. બોલ્સોનારોના સમર્થકોએ બ્રાઝિલની સુપ્રીમ કોર્ટ, સંસદ અને રાષ્ટ્રપતિ મહેલ ઘૂસીને તોડફોડ કરી છે. દેખાવકારો દેશના નવા ચૂંટાયેલા વામપંથી રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાનો વિરોધ કરી રહ્યા છે.
મીડિયા રીપોર્ટસ અનુસાર, બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોના સમર્થકોએ રવિવારે સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ગૃહમાં તોડફોડ કરી, દેખાવકારોએ બ્રાઝિલની સેનાની સુરક્ષા કોર્ડન તોડી નાખી હતી. રાજધાની બ્રાઝિલિયા બોલ્સોનારોના સમર્થકોની વિશાળ ભીડ ઉમટી પડી છે. દેખાવકારોએ રાષ્ટ્રપતિ મહેલને ઘેરી લીધો હતો, જેને કારણે પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી.
Beyond comprehension. As @davidrkadler states: “A policeman arrives on horseback to contain the insurrection and the Bolsonaristas beat the horse and bloody the policeman to the ground. I am speechless.” pic.twitter.com/4b7V23lu2N
— Dr. Jennifer Cassidy (@OxfordDiplomat) January 8, 2023
“>
બોલ્સોનારોના સમર્થકો દેખાવકારોએ સરકારી હથિયારો પણ ચોરી લીધા છે. પોલીસે અત્યાર સુધીમાં 200થી વધારે દેખાવકારોની ધરપકડ કરી છે. હાલ સુરક્ષા દળોએ દેખાવકારોને વિખેરી નાખ્યા છે અને સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવન આસપાસની સ્થિતિ નિયંત્રણમાં છે.
રાજધાનીમાં હિંસા ફેલાયા પછી બોલ્સોનારોએ રવિવારે મોડી રાત્રે ટ્વિટર પર કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન લોકશાહીનો ભાગ છે.
– Manifestações pacíficas, na forma da lei, fazem parte da democracia. Contudo, depredações e invasões de prédios públicos como ocorridos no dia de hoje, assim como os praticados pela esquerda em 2013 e 2017, fogem à regra.
— Jair M. Bolsonaro 2️⃣2️⃣ (@jairbolsonaro) January 9, 2023
“>
રાષ્ટ્રપતિ લુલાએ આ બળવાને કટ્ટરપંથી ફાસીવાદી ગણાવી હતી. લુલાએ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે રાજધાની બ્રાઝિલિયામાં નેશનલ ગાર્ડ મોકલવા માટે કટોકટીની શક્તિ જાહેર કરી હતી.